આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાલનપુર (રામજી રાયગોર)

પુર્વ IPS સંજીવ ભટ્ટ અને આંદોલનકારી નેતા હાર્દિક પટેલે રક્ષાબંધન પર્વને લઇ તૈયારીઓ કરી હતી. જેને લઇ આજે હાર્દિક પટેલની પાલનપુર હાઇવે પરથી અટકાયત કરવામાં આવી છે. મંજૂરી ના મળતાં પોલીસે હાઈવે પર જ હાર્દિકને રોક્યો હોવાનું સામે આવ્યુ છે. જોકે હાર્દિક પટેલની સાથે સંજીવ ભટ્ટને રાખડી બાંધવા આવેલી બહેનોને પણ જેલ બહાર જ રોકી દેવામાં આવી હતી. હાર્દિકની અટકાયત કરી તેને પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાયો છે.

રક્ષાબંધન પર્વને લઇ બનાસકાંઠાની પાલનપુર જેલમાં ભાઇ-બહેનનો પ્રેમ સામે આવશે. જેલમાં બંધ પુર્વ IPS સંજીવ ભટ્ટને મળવા પાસ નેતા હાર્દિક પટેલ આવવાનો હોઇ પોલીસે જેલ બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો છે. જોકે, હાર્દિક પટેલ આવે તે પહેલા મંજૂરીના મળતાં પોલીસે હાઈવે પર જ હાર્દિકને રોક્યો હોવાનું સામે આવ્યુ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અનેક કેસોનો સામનો કરતા પુર્વ IPS સંજીવ ભટ્ટને દેશવિદેશમાંથી 25 હજારથી પણ વધુ રાખડીઓ આવી છે. આથી જેલમાં જ રક્ષાબંધન ઉજવવાનું નક્કી કરતા હાર્દિક પટેલ પણ જોડાવાનો હતો. હાર્દિક પટેલની સાથે સંજીવ ભટ્ટને રાખડી બાંધવા આવેલી બહેનોને પણ જેલ બહાર જ રોકી દેવામાં આવી હતી. હાર્દિકની અટકાયત કરી તેને પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code