બ્રેકિંગ@પાલનપુર: કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા સિંચાઇના અધિકારી ઝબ્બે

અટલ સમાચાર, પાલનપુર બનાસકાંઠા જીલ્લામાં એક જ દિવસમાં એસીબીની બીજી ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારી બાદ સિંચાઇ વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. સિપુ ડેમના ઇજનેરે સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે લાંચ માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટર પાસે લાંચની રકમ નક્કી કરાવી રકઝકના અંતે 15,000 લેતા એસીબીના હાથી ઝડપાઇ
 
બ્રેકિંગ@પાલનપુર: કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા સિંચાઇના અધિકારી ઝબ્બે

અટલ સમાચાર, પાલનપુર

બનાસકાંઠા જીલ્લામાં એક જ દિવસમાં એસીબીની બીજી ઘટના સામે આવી છે. પોલીસ કર્મચારી બાદ સિંચાઇ વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા ઝડપાઇ ગયા છે. સિપુ ડેમના ઇજનેરે સરકારી કામનો ઠેકો મેળવનાર પાસેથી 2 ટકા લેખે લાંચ માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટર પાસે લાંચની રકમ નક્કી કરાવી રકઝકના અંતે 15,000 લેતા એસીબીના હાથી ઝડપાઇ ગયા છે. ઘટનાને પગલે જીલ્લાના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ અને ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેતા સિંચાઇના અધિકારી ઝબ્બે

પાલનપુરમાં સવારે મદદનીશ પોલીસ ઇન્સ્પેક્ટર ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ વધુ એક અધિકારી ટ્રેપમાં આવ્યા છે. બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આવેલ સિંચાઇ ભવનમાં એસીબીની સફળ ટ્રેપને પગલે હડકંપ મચી ગયો છે. સિપુ ડેમના કાર્યપાલક ઇજનેર વી.ટી.ચૌહાણે સિંચાઇ વિભાગનું કોન્ટ્રાક્ટરને 12 લાખનું કામ આપ્યુ હતુ. જેમાં ઇજનેર ચૌહાણે બે ટકા લેખે લાંચની માંગ કરી હતી. જોકે ભારે ખેંચતાણને અંતે ઉચ્ચક 15,000 લાંચ તરીકે લેવાનું સ્વિકાર્યુ હતુ.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોન્ટ્રાક્ટર લાંચની રકમ આપવા ઇચ્છુક ન હોઇ પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી લાંચ રૂશ્વત વિરોધી ખાતાના પી.આઇ. કે.જે.પટેલે ટ્રેપ ગોઠવી સિંચાઇ ભવનમાં જ ઇજનેરને ઝડપી પાડ્યા હતા. કાર્યપાલક ઇજનેર ચૌહાણ પોતાની કચેરીમાં જ 15 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ જતાં સિંચાઇ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જીલ્લામાં ગણતરીના કલાકો વચ્ચે 2 અધિકારીઓ લાંચ લેતા ઝડપાઇ જતા વહવટી ગરમાવો આવી ગયો છે.