બ્રેકિંગ@પાલનપુર: ચેપને લીધે પાડોશીને કોરોના, બે કેસ વધતાં ગામમાં ફફડાટ

અટલ સમાચાર, પાલનપુર પાલનપુર નજીક ગઠામણ ગામે વધુ બે કેસ કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. ચેપને કારણે મહિલા અને પુરુષને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. જેનાથી લોકડાઉન વચ્ચે ગામમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બંને દર્દીને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. હોટસ્પોટ ગઠામણ ગામમાં કેસની સંખ્યા વધતી જતી હોઇ
 
બ્રેકિંગ@પાલનપુર: ચેપને લીધે પાડોશીને કોરોના, બે કેસ વધતાં ગામમાં ફફડાટ

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુર નજીક ગઠામણ ગામે વધુ બે કેસ કોરોના પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. ચેપને કારણે મહિલા અને પુરુષને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. જેનાથી લોકડાઉન વચ્ચે ગામમાં ચકચાર ફેલાઇ ગઇ છે. બંને દર્દીને પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. હોટસ્પોટ ગઠામણ ગામમાં કેસની સંખ્યા વધતી જતી હોઇ આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી દોડધામ વધારી દીધી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આજે ફરીથી કોરોના વાયરસનો હાહાકાર સામે આવ્યો છે. 28 વર્ષની વર્ષા મહેશભાઈ પરમારને ભાઇ જયંતિ પરમાર દ્વારા ચેપ લાગ્યો છે. જ્યારે 45 વર્ષના જયંતી મોતીભાઈ પરમારને પાડોશી જયંતિભાઇ ચૌહાણનો ચેપ લાગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સંક્રમણને કારણે એકલા ગઠામણ ગામમાં જ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 13 થઈ ગઈ છે. આથી ગામમાં ફફડાટ વચ્ચે સન્નાટો વ્યાપી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું, બનાસકાંઠા જિલ્લામાં ચેપને કારણે કોરોના વાયરસ ત્રાસ વધારી રહ્યો છે. હોટ સ્પોટ બની ગયેલા ગઠામણ ગામમાં 13, વાવ તાલુકામાં 6 અને થરાદ તાલુકામાં 1 સહિત કુલ 20 વ્યક્તિને કોરોના વાયરસ લાગ્યો છે. આથી જિલ્લામાં લોકડાઉન જડબેસલાક યથાવત રાખવાની જરૂરીયાત અત્યંત વધી રહી છે. આવી સ્થિતિમાં આગામી 3 મે સુધીના દિવસે નાગરિકો અને તંત્ર માટે કાળજીપૂર્વક પસાર કરવા મહત્વના બન્યા છે.

બનાસકાંઠા ની અત્યાર સુધીની પોઝિટિવ કેસની સમરી

1.ગઠામણ,તા.પાલનપુર : 13
2.મીઠાવીચારણ,તા.વાવ : 02
3.માવસરી,તા.વાવ : 02
4.દૈયપ,તા.વાવ: 01
5.આકોલી (વાવ) : 01
6.રામપુરા (થરાદ) : 01
જિલ્લામાં અત્યાર સુધીના પોઝિટિવ કેસની સંખ્યા 20