બ્રેકિંગ@પાલનપુર: કોરોના મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ હડતાલમાં, સ્થિતિ ગંભીર

અટલ સમાચાર,પાલનપુર કોરોના વાયરસની મહામારી વચ્ચે પાલનપુર સિવિલમાં નર્સિગ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વિવિધ પડતર માંગણીઓને લઇ તમામ નર્સિંગ સ્ટાફ સાથે મળી હડતાલનો માર્ગ અપનાવ્યો છે. રેગ્યુલર પગાર ન થતો હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ નહિ આવતા હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં મેનેજમેન્ટ
 
બ્રેકિંગ@પાલનપુર: કોરોના મહામારી વચ્ચે નર્સિંગ સ્ટાફ હડતાલમાં, સ્થિતિ ગંભીર

અટલ સમાચાર,પાલનપુર

કોરોના વાયરસની મહામારી વચ્ચે પાલનપુર સિવિલમાં નર્સિગ સ્ટાફ હડતાલ પર ઉતરી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. વિવિધ પડતર માંગણીઓને લઇ તમામ નર્સિંગ સ્ટાફ સાથે મળી હડતાલનો માર્ગ અપનાવ્યો છે. રેગ્યુલર પગાર ન થતો હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ નહિ આવતા હડતાલ પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતાં મેનેજમેન્ટ દ્રારા નર્સિંગ સ્ટાફને સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુરની સિવિલ હોસ્ટિટલમાં નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી ગયો છે. બનાસ ડેરી સંચાલિત ખાનગી ટ્રસ્ટ હસ્તગત સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફને રેગ્યુલર પગાર મળતો ન હોવાનો આક્ષેપ થયો છે. આ સાથે નિમણુંક ઓર્ડર પણ આપવામાં નહિ આવતા મામલો ગરમાયો છે. નર્સિંગ સ્ટાફનો આક્ષેપ છે કે, તેમની રહેવા-જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી નથી. આ સાથે હોસ્પિટલના કેન્ટિનમાં તેમની પાસે ચા અને જમવાના પણ પૈસા લેવામાં આવે છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં 179 કેસ પોઝિટીવ આવ્યા છે. જોકે મહામારી વચ્ચે પાલનપુર સિવીલનો નર્સિંગ સ્ટાફ હડતાલ ઉપર ઉતરી જતાં મામલો ગરમાયો છે.રેગ્યુલર પગાર થતો ન હોવાના નર્સિંગ સ્ટાફના ગંભીર આક્ષેપોથી હડકંપ મચી ગયો છે. આ સાથે સ્ટાફ દ્રારા કાયમી આઈકાર્ડ બનાવી આપવાની પણ માંગ કરવામાં આવી છે. નોંધનિય છે કે, કોરોનાની સારવાર માટે પાલનપુર સિવિલમાં કોવિડ હોસ્પિટલ બનાવાઈ છે.