બ્રેકિંગ@પાલનપુર: ફરી એકવાર ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી, 2.3નો ભુકંપ

અટલ સમાચાર,પાલનપુર ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર બુધવારે ભુકંપનો બીજો આંચકો આવ્યો છે. અગાઉ કરતા ઓછી તિવ્રતાના ભુકંપથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જાનમાલને કોઇ જ નુકશાન નથી. જોકે, વાવાઝોડું, આકરી ગરમી અને ભુકંપના આંચકાને પગલે કુદરતનો કહેર વર્તાઇ રહયાનું સામે આવ્યુ છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના જીલ્લાઓના રહીશો મુંઝવણમાં મુકાયા છે.
 
બ્રેકિંગ@પાલનપુર: ફરી એકવાર ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજી, 2.3નો ભુકંપ

અટલ સમાચાર,પાલનપુર

ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર બુધવારે ભુકંપનો બીજો આંચકો આવ્યો છે. અગાઉ કરતા ઓછી તિવ્રતાના ભુકંપથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જાનમાલને કોઇ જ નુકશાન નથી. જોકે, વાવાઝોડું, આકરી ગરમી અને ભુકંપના આંચકાને પગલે કુદરતનો કહેર વર્તાઇ રહયાનું સામે આવ્યુ છે. આવી સ્થિતિમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના જીલ્લાઓના રહીશો મુંઝવણમાં મુકાયા છે.

બનાસકાંઠાના પાલનપુરથી 32 કિલોમીટર દુર ભુકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ છે. અગાઉ પણ બનાસકાંઠા જીલ્લાની ધરા ધ્રુજી હોઇ નાગરિકો ભુલ્યા નથી ને ફરી એકવાર સામાન્ય તિવ્રતાનો ભુકંપ આવતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાતમાં વાવઝોડાની બીક વચ્ચે ગરમીનો પારો અકળાવી રહયો છે, આવી સ્થિતિમાં ૧૦ દિવસમાં બીજો ભુકંપ નવા જુની ન કરાવે તેવી ભીતિ પંથકવાસીઓમાં ઉભી થઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુરથી 32 કિલોમીટર દુર નોંધાયેલ ભુકંપના કેન્દ્રબિંદુની અસર આબુરોડથી લઇ સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનુભવાઇ હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં નાગરિકોમાં ફફડાટનું વાતાવરણ બન્યુ છે.