બ્રેકિંગ@પાલનપુર: કોલેજમાં હોળીની ઉજવણીમાં વિદ્યાર્થીનીની છેડતી, થયો હોબાળો

અટલ સમાચાર, પાલનપુર પાલનપુરની કોલેજમાં હોળીની ઉજવણી દરમ્યાન છેડતી કરતા ઇસમને પ્રોફેસરે લાફો મારતા ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ચર્ચાઓમાં કોલેજ બહારના અસામાજીક તત્વો વિદ્યાર્થી ન હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કરી હોળીની ઉજવણીના નામે છોકરીઓ સાથે છેડતી કરતા હોવાનું સામે આવ્યુ છે. એક વિદ્યાર્થીને પ્રોફેસરે લાફો મારતાં મામલો ગરમાયા બાદ વિદ્યાર્થી યુનિયને નારા લગાવી વિરોધ
 
બ્રેકિંગ@પાલનપુર: કોલેજમાં હોળીની ઉજવણીમાં વિદ્યાર્થીનીની છેડતી, થયો હોબાળો

અટલ સમાચાર, પાલનપુર

પાલનપુરની કોલેજમાં હોળીની ઉજવણી દરમ્યાન છેડતી કરતા ઇસમને પ્રોફેસરે લાફો મારતા ભારે હોબાળો થયો હતો. સ્થાનિક ચર્ચાઓમાં કોલેજ બહારના અસામાજીક તત્વો વિદ્યાર્થી ન હોવા છતાં ગેરકાયદેસર પ્રવેશ કરી હોળીની ઉજવણીના નામે છોકરીઓ સાથે છેડતી કરતા હોવાનું સામે આવ્યુ છે. એક વિદ્યાર્થીને પ્રોફેસરે લાફો મારતાં મામલો ગરમાયા બાદ વિદ્યાર્થી યુનિયને નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇ કોલેજ પ્રશાસને પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાલનપુર: કોલેજમાં હોળીની ઉજવણીમાં વિદ્યાર્થીનીની છેડતી, થયો હોબાળો

બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આવેલી જી.ડી.મોદી કોલેજમાં હોળીની ઉજવણી દરમ્યાન ભારે હોબાળો થયાનું સામે આવ્યુ છે. આજે કોલેજ સમય દરમ્યાન કેમ્પસમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હોળી રમી રહ્યા હતા. આ દરમ્યાન એક વિદ્યાર્થીએ કોલેજની વિદ્યાર્થીનીને હોળીના રંગ લગાવવાના બહાને છેડતી કરી હોવાનું સામે આવ્યુ હતુ. જેથી કોલેજના પ્રોફેસરે યુવકને લાફો ઝીંકી દેતાં મામલો ગરમાયો હતો. જે બાદ વિદ્યાર્થી યુનિયને ભારે નારા લગાવી વિરોધ દર્શાવતા કોલેજને પોલીસ બોલાવવાની ફરજ પડી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અનેકવાર અસમાજીક તત્વો કોલેજના વિદ્યાર્થી ન હોવા છતાં પણ ગેરકાયદેસર પ્રવેશ કરી હોબાળો મચાવતા હોય છે. જોકે આજે બપોરના સમયે વિદ્યાર્થીની છેડતી કરનાર કોણ હતો ? તે અંગે હજી સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. જોકે સમગ્ર મામલે વિદ્યાર્થી યુનિયને નારા લગાવી ભારે વિરોધ નોંધાવતા કોલેજ તંત્રએ પોલીસને જાણ કરી હતી. સમગ્ર મામલે પાલનપુર પોલીસે કોલેજ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.