આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, બનાસકાંઠા

પાલનપુર નજીક ગઠામણ ગામે કોરોના પોઝીટીવ કેસ આવ્યા બાદ ચોંકાવનારી સ્થિતિ બની છે. કોરોના પોઝીટીવ સોમભાઈ પરમારની પુત્રી સૌથી વધુ શંકાસ્પદ હોઇ તેના પરિજનોને આઇસોલેટ કરવાની નોબત બની છે. આ સાથે સોમાભાઇ પરમારની પુત્રી જ્યાં ઘરકામ કરતી તે પરિવારોના વ્યક્તિઓના સેમ્પલ લેવાયા છે. આથી બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા વધે તેવી ભિતી સેવાઇ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઠામણ ગામને જડબેસલાક લોકડાઉન કર્યું છે. મુખ્ય કોરોના શંકાસ્પદ યુવતીને રિપોર્ટ પોઝીટીવ આવે તે પહેલાં તેના પિતા સોમાભાઇને આવ્યો છે. હકીકતે સોમાભાઇ પરમારની દિકરી ગામનાં જ ધનાઢ્ય પરિવારોને ત્યાં ઘરકામ કરતી હતી. આ દરમ્યાન લોકલ સંક્રમણને લીધે તેના પિતાને કોરોના થયો હોવાનું ગણિત છે. આથી આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી યુવતીના પરિવારના 5 સભ્યના સેમ્પલ લઈ ક્વોરોન્ટાઈન કરી દીધા છે. જ્યારે સોમાભાઇ પરમારની પુત્રી જે બંગલોમાં ઘરકામ કરતી તે પૈકીના કુલ 19 વ્યક્તિઓ શંકાસ્પદ મનાય છે. આથી આરોગ્ય વિભાગે 19 સહિત 24 વ્યક્તિના રિપોર્ટ કરાવવા તાત્કાલિક દોડધામ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 19 વ્યક્તિઓ કેવી રીતે શંકાસ્પદ બન્યા? હોમ ક્વોરોન્ટાઈન દરમ્યાન લક્ષણો આવ્યા કે કેમ ? આ ધનાઢ્ય મુસ્લિમ પરિવારો બહારથી આવ્યા હતા ? આ તમામ સવાલો વચ્ચે કેમ લોકડાઉનનો કડક અમલ ન થયો તે અત્યંત ગંભીર સવાલ બની ગયો છે. એકસાથે 24 રિપોર્ટ કરાવવામાં આવ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓ ના વધે તેવી આશા વચ્ચે ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code