બ્રેકિંગ@પાટણ: મેડિકલના 3 વિદ્યાર્થીઓની માર્કશીટ જોખમમાં, કૌભાંડમાં વધુ નામોની શક્યતાથી ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી પાટણ સ્થિત યુનીવર્સીટીમાં બહુ ચર્ચિત મેડિકલની ઉત્તરવહીની હેરાફેરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કથિત કૌભાંડ હવે હકીકતમાં કૌભાંડ સાબિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. યુનિવર્સિટીએ સત્તાવાર રીતે તપાસ રિપોર્ટનો સ્વિકાર કરી ખુદ માર્કશીટ મેળવનાર વિદ્યાર્થીઓને નોટિસ આપવા કવાયત હાથ ધરી છે. જેમાં એમબીબીએસના પ્રથમ વર્ષના પરિણામો
 
બ્રેકિંગ@પાટણ: મેડિકલના 3 વિદ્યાર્થીઓની માર્કશીટ જોખમમાં, કૌભાંડમાં વધુ નામોની શક્યતાથી ખળભળાટ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ સ્થિત યુનીવર્સીટીમાં બહુ ચર્ચિત મેડિકલની ઉત્તરવહીની હેરાફેરી મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કથિત કૌભાંડ હવે હકીકતમાં કૌભાંડ સાબિત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. યુનિવર્સિટીએ સત્તાવાર રીતે તપાસ રિપોર્ટનો સ્વિકાર કરી ખુદ માર્કશીટ મેળવનાર વિદ્યાર્થીઓને નોટિસ આપવા કવાયત હાથ ધરી છે. જેમાં એમબીબીએસના પ્રથમ વર્ષના પરિણામો રદ્દ કેમ નહિ કરવા ખુલાસો પૂછવામાં આવશે. આ તરફ ભણતર બાબતે ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ હોય તેમ આ 3 સિવાય વધુ વિદ્યાર્થીઓની માર્કશીટમાં ગોલમાલ હોવાની શક્યતા જોતાં તપાસ બે દિશામાં ચાલી રહી છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, અંદાજે 10 જેટલા વિદ્યાર્થીઓની માર્કશીટમાં કૌભાંડની શક્યતા જણાતી હોઇ અસલી ખેલાડીઓ શોધવા મથામણ ચાલું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: મેડિકલના 3 વિદ્યાર્થીઓની માર્કશીટ જોખમમાં, કૌભાંડમાં વધુ નામોની શક્યતાથી ખળભળાટ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી હેઠળની મેડિકલ કોલેજમાં વર્ષ 2018 દરમ્યાન અભ્યાસ કરતાં કેટલાક વિદ્યાર્થીઓની માર્કશીટમાં કૌભાંડની શક્યતા સામે આવેલી છે. જેની યુનિવર્સિટી દ્વારા તપાસ બાદ ખુદ રાજ્ય સરકારે પણ તપાસ હાથ ધરી છે. આ તમામ ગતિવિધિઓ વચ્ચે ગઈકાલે મળેલી યુનિવર્સિટીની કારોબારી બેઠકમાં ચોંકાવનારી ગતિ સામે આવી છે. તપાસ કમિટીનો રિપોર્ટ સ્વિકારી યુનિવર્સિટી હવે તાબડતોબ તપાસ અને કાર્યવાહીમાં કામે લાગી છે. જેમાં ધારપુર મેડિકલ કોલેજના વર્ષ 2018ના 3 વિદ્યાર્થીઓની માર્કશીટ રદ્દ કરવા તરફ દોડધામ શરૂ થઈ છે. એફ. વાય. એમબીબીએસના બેઠક નંબર. 391, 392 અને 406 ની ઉત્તરવહી ચકાસણીમાં ગેરરીતિ જણાઇ આવી છે. જેમાં પ્રાથમિક તબક્કે યુનિવર્સિટીને ગુનાહિત કૃત્ય જણાઇ આવ્યું હોઇ હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણેય વિદ્યાર્થીઓને નોટિસ ફટકારવામાં આવશે. જેમાં ત્રણેય પરિણામ રદ્દ કેમ નહિ કરવા તે બાબતે વિદ્યાર્થીઓને ખુલાસો પૂછી અસલી કૌભાંડીઓને શોધવામાં આવશે. હવે રદ્દ થવા પાત્ર બનવા જતી બોગસ માર્કશીટ પાછળ કોણ કોણ છે ? તે શોધવા પણ દોડધામ મચી છે. જેમાં વધુ નામો હોવાની ચોંકાવનારી શક્યતા બહાર આવતાં ખળભળાટ મચી જાય તેવી નોબત બની છે.

બ્રેકિંગ@પાટણ: મેડિકલના 3 વિદ્યાર્થીઓની માર્કશીટ જોખમમાં, કૌભાંડમાં વધુ નામોની શક્યતાથી ખળભળાટ
file photo

સૂત્રોએ જણાવ્યું હતું કે, હિંમતનગર, પાલનપુર અને પાટણના આ ત્રણ વિદ્યાર્થીઓની માર્કશીટ પ્રાથમિક તબક્કે શંકાસ્પદ બનતાં વધુ નામો હોવાની દિશામાં તપાસ આગળ વધી છે. સમગ્ર મામલે યુનિવર્સિટીના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે, અંદાજે 10થી 12 નામો હોવાની શંકા હોઇ આ 3 વિદ્યાર્થીથીની પૂછપરછ કરી કૌભાંડ કરનારના નામો બહાર લવાશે. આ પછી તેઓને પૂછી કુલ કેટલા વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલી, કોના કહેવાથી બદલી, કેમ બદલી, કોણ કોણ સામેલ છે? તે સહિતની વિગતો ઝીણવટભરી તપાસમાં બહાર આવશે. હાલ એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતાં અને ડોક્ટર બનવાનું સપનું બનાવી અભ્યાસ કરતાં ત્રણેય વિદ્યાર્થીઓનું ભાવિ અનિશ્ચિત બન્યું છે.