આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીના કાર્યકાળમાં થયેલ બદલીઓની તપાસમાં ચોંકાવનારી વિગતો મળી છે. એકસાથે 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થયેલ હોવાનું માલૂમ પડતાં રદ્દ કરવામાં આવ્યા છે. આ 52 શિક્ષક/શિક્ષિકાઓને તાત્કાલિક અસરથી જૂની શાળામાં જવા હુકમ કરાયો છે. બદલી કેમ્પ કે કેમ્પ સિવાય નવી શાળામાં ગયેલા શિક્ષકોને ફરીથી પૂર્વ શાળામાં જવાની નોબત આવી છે. આ સાથે ગેરરીતિ કરનાર કર્મચારીઓ કે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા સહિતની તપાસ ચાલુ હોવાનું નિયામકે જણાવ્યું હતું.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીએ અનેક શિક્ષકોની બદલીને લઈ હુકમો કર્યા હતા. જેમાં મોટાપાયે કૌભાંડ થયું હોવાની રજૂઆત થતાં છેક ગાંધીનગરથી તપાસ થઈ હતી. જેમાં સરેરાશ 72 પૈકી 52 શિક્ષકોની બદલીમાં ગેરરીતિ થઈ હોવાનું પૂરવાર થયું છે. આથી નિયામકે કુલ 52 શિક્ષકોની બદલીનો તત્કાલીન હુકમ રદ્દ કરી આ શિક્ષકોને છૂટા કરવા આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં વિવિધ કારણે બદલી થઈ નવી શાળામાં ગયેલા કુલ 52 શિક્ષકોને ફરીથી પોતાની પૂર્વ શાળામાં જવાની સ્થિતિ આવી છે. આ તરફ ગેરરીતિ કરનારાઓની જવાબદારી શોધી નિયમાનુસાર કાર્યવાહી કરવા સહિતની પ્રક્રિયા ચાલું હોવાનું નિયામક જોશીએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, તત્કાલીન ડીપીઈઓ બાબુભાઈ ચૌધરીએ આ જે 52 શિક્ષકોની બદલીનો હુકમ કર્યો હતો તે રદ્દ થતાં ખળભળાટ મચી ગયો છે. વિવિધ તાલુકાના કુલ 52 શિક્ષકો એકસાથે અસરગ્રસ્ત થતાં દોડધામ મચી ગઇ છે. આ યાદીમાં કોના કોના નામ છે તે જાણવા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં ઉત્તેજના વધી ગઈ છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, આ ગેરરીતિ કરવા કે કરાવવામાં કોની ભૂમિકા છે તેને લઈ જવાબદારી શોધવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તાલુકાથી લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીના કર્મચારીઓની ભૂમિકા તપાસવામાં આવી શકે છે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code