બ્રેકિંગ@પાટણ: એકસાથે 7 કેસ પોઝિટિવ, રાધનપુરમાં પિતા પુત્રને કોરોના

અટલ સમાચાર, પાટણ ( દિવ્યાંગ જોશી) પાટણ જિલ્લામાં ફરી એકવાર કોરોના કેસનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. આજે એકસાથે 7 વ્યક્તિને કોરોના આવ્યો છે. જેમાં રાધનપુર શહેરમાં સૌપ્રથમવાર બે દર્દી સામે આવ્યા છે. આ સાથે વધુ બે ગામમાં 3 કેસ આવતાં ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવા દોડધામ મચી ગઇ છે. લોકડાઉન ઉપર ભારેખમ ચર્ચા વચ્ચે કેસનો રાફડો
 
બ્રેકિંગ@પાટણ: એકસાથે 7 કેસ પોઝિટિવ, રાધનપુરમાં પિતા પુત્રને કોરોના

અટલ સમાચાર, પાટણ ( દિવ્યાંગ જોશી)

પાટણ જિલ્લામાં ફરી એકવાર કોરોના કેસનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે. આજે એકસાથે 7 વ્યક્તિને કોરોના આવ્યો છે. જેમાં રાધનપુર શહેરમાં સૌપ્રથમવાર બે દર્દી સામે આવ્યા છે. આ સાથે વધુ બે ગામમાં 3 કેસ આવતાં ટ્રાવેલ હિસ્ટ્રી મેળવવા દોડધામ મચી ગઇ છે. લોકડાઉન ઉપર ભારેખમ ચર્ચા વચ્ચે કેસનો રાફડો ફાટતાં ચકચાર મચી ગઇ છે.

પાટણ જિલ્લા આરોગ્ય માટે રવિવાર ચોંકાવનારો સાબિત થયો છે. સતત ત્રણ દિવસથી કેસ આવતાં આજે મોડી સાંજે અચાનક 7 દર્દી કોરોના ગ્રસ્ત આવ્યા છે. જેમાં પાટણ અને રાધન શહેરમાં બે-બે જ્યારે કાતરા ગામમાં પણ બે જ્યારે દાભડી ગામમાં 42 વર્ષના પાટીદાર પુરુષને પોઝિટિવ આવ્યો છે. સૌથી મોટી વાત રાધનપુરમાં બની છે. મુંબઈથી આવેલા ઠક્કર પિતા પુત્રને હોમ ક્વોરોન્ટાઈન દરમ્યાન પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આથી તાત્કાલિક અસરથી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 14 વર્ષના કિશોરથી માંડી 62 વર્ષના આધેડને કોરોના પોઝિટિવ સંક્રમણ શોધવા મથામણ શરૂ થઈ છે. કાતરા ગામે અગાઉનો ચેપ, રાધનપુર વાળા કેટલાક દિવસો અગાઉ મુંબઈથી આવેલા હોવાથી પોઝિટિવ મળ્યા છે. જ્યારે બાકીના ત્રણની ટ્રાવેલ હિસ્ટ્રી તેમજ ચેપની સ્થિતિ શોધવા તપાસ શરૂ કરી છે. આવી સ્થિતિમાં આરોગ્ય અધિકારીઓને સંક્રમણ કાપવું અત્યંત જરૂરી બન્યું છે.

ચોથું લોકડાઉન જાહેર થતાં જ કેસ ખુલ્યા

આજે ત્રીજા લોકડાઉનને અંતિમ દિવસે આગામી સ્થિતિ ઉપર ચર્ચા જામી હતી. આ દરમ્યાન સાંજે રાજ્ય અને કેન્ટ સરકારે હળવા નિયમો સાથે થોડી છૂટછાટ આપવા તૈયારી કરી છે. જોકે ચોથા લોકડાઉનની જાહેરાત થયા બાદ અચાનક 9 વાગ્યે 7 કેસનો ખુલાસો થયો છે. આવી સ્થિતિમાં હળવા નિયમો અત્યંત કડકપણે પાળવા મહત્વપૂર્ણ બન્યા છે.