આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

પાટણ-ચાણસ્મા હાઇવે નજીક બુધવારે સવારે એક આઇશર અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતુ અને અન્ય એક વ્યકિતનું સારવાર દરમ્યાન મોત નિપજતા પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો.

પાટણના મેમદપુર નજીક બુધવારે સવારે એક લાકડા ભરેલા આઇશર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા સામેથી આવતી અલ્ટો ગાડીને જોરદાર ટકકર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અલ્ટો ગાડીમાં પાટણના રહીશ ગોવિંદભાઈ પ્રજાપતિ તેમની બેબી સવાર હતા. જોકે ગંભીર અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળેજ કરૂણ મોત તેમજ એકનું સારવાર દરમ્યાન મોત નિપજયુ છે, જયારે અન્ય એક ઇસમને 108 મારફતે પાટણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code