આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ગિરીશ જોશી

પાટણ જિલ્લામાં કોરોના વાયરસનો સૌપ્રથમ પોઝીટીવ કેસ સામે આવતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સર્વે દરમ્યાન પોતાની વિગતો છુપાવી હોવાથી કોરોનાના દર્દી લુકમાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા મથામણ શરૂ થઈ છે. પરિવાર સહિત કુલ 13 વ્યક્તિને ચેપ લગાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોગ્ય વિભાગે તેની સોસાયટીના રહીશોને તાત્કાલિક અસરથી હોમ ક્વોરોન્ટાઈન કરી દીધા છે. પોલીસે તેના મોબાઈલ સંપર્કને ટ્રેસ કરી શંકાસ્પદો શોધવા દોડધામ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિદ્ધપુરનો ઈસમને કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. મુંબઈથી સિદ્ધપુર આવ્યો હોવાની જાણકારી આરોગ્ય વિભાગને આપી નહોતી. આથી પોઝિટિવ કેસના દર્દી લુકમાન વિરુદ્ધ આરોગ્ય અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરવા તૈયારી કરી છે. આ ઇસમે પોતાના 2 બાળકો સહિત કુટુંબના 6 વ્યક્તિને ચેપ લગાવ્યો છે. આ સાથે મિત્ર અને સંબંધિ સહિત કુલ 7 વ્યક્તિને મળ્યો હોઇ ચેપગ્રસ્ત થયાની આશંકા બની છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસના પ્રથમ દર્દી લુકમાનની સોસાયટીમાં રહેતા 222 વ્યક્તિને તાત્કાલિક હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમ્યાન તેના પરિવારના કુલ 6 વ્યક્તિના મેડીકલ સેમ્પલ લઈ રિપોર્ટ કરાવવા મોકલી આપ્યા છે. સૌથી મોટી વાત સામે આવી છે કે, પોઝીટીવ દર્દીએ આરોગ્ય વિભાગને અંધારામાં રાખ્યા હોઇ ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા તબક્કાવાર સામે આવે તેની ચિંતા ઉભી થઇ છે. આથી આ ઈસમ કોને કોને મળ્યો હતો તે સહિતની તપાસ કરવા પાટણ જિલ્લા પોલીસ કામે લાગી છે.

શંકાસ્પદોને ક્યાં ખસેડ્યા ?

પોઝીટીવ દર્દીના પરિવારમાં કુલ 6 વ્યક્તિને આઇસોલેટ કરવામાં આવ્યા છે. જ્યારે તેના મિત્ર વર્તુળમાં સંપર્કમાં આવેલા 7 વ્યક્તિને દેથળી સ્થિત હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના સ્પેશયલ ક્વોરોએનટાઈન વોર્ડમાં દાખલ કર્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code