બ્રેકિંગ@પાટણ: વિધાર્થીઓના ટેબ્લેટ અંગે CYSS મેદાને, ગાંધીનગર સુધી પદયાત્રાનું એલાન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા વિધાર્થીઓ 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદમાં હવે સમગ્ર ધરણાં વચ્ચે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા પદયાત્રા કરી પાટણથી ગાંધીનગર જવાનું એલાન કર્યુ છે. જેમાં આજે બપોરે 4.30 કલાકે પાટણથી ઊંઝા, ઊંઝાથી મહેસાણા, મહેસાણાથી સાલડી અને
 
બ્રેકિંગ@પાટણ: વિધાર્થીઓના ટેબ્લેટ અંગે CYSS મેદાને, ગાંધીનગર સુધી પદયાત્રાનું એલાન

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા વિધાર્થીઓ 2 વર્ષથી ટેબ્લેટથી વંચિત ધરણાં શરૂ કરવામાં આવ્યા હતા. જે બાદમાં હવે સમગ્ર ધરણાં વચ્ચે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા પદયાત્રા કરી પાટણથી ગાંધીનગર જવાનું એલાન કર્યુ છે. જેમાં આજે બપોરે 4.30 કલાકે પાટણથી ઊંઝા, ઊંઝાથી મહેસાણા, મહેસાણાથી સાલડી અને સાલડીની ગાંધીનગર વિધાનસભા જવાનું નક્કી કરાયુ છે. આ સાથે તા.11 જુલાઇના રોજ ગાંધીનગર સચિવાલય પહોંચી આ મામલે રજૂઆત કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: વિધાર્થીઓના ટેબ્લેટ અંગે CYSS મેદાને, ગાંધીનગર સુધી પદયાત્રાનું એલાન

રાજ્યની યુનિવર્સિટી સહિત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓની ફી સાથે ટેબ્લેટ માટે 1,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. જે રૂપિયા ઉઘરાવ્યા બે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો છે. પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓ ટેબ્લેટથી વંચિત છે. ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા ગુરૂવારે યુનિવર્સિટીના પ્રાંગણમાં ધરણા કરવામાં આવ્યા છે. આ સાથે હવે આજથી પાટણથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરાયુ છે.

બ્રેકિંગ@પાટણ: વિધાર્થીઓના ટેબ્લેટ અંગે CYSS મેદાને, ગાંધીનગર સુધી પદયાત્રાનું એલાન

સૂત્રોએ જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સંચાલકો પાસે ટેબ્લેટની માગ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતાં રાજ્યની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓની આ તકલીફને ગંભીરતાથી લેવામાં આવતી ન હતી. જેના કારણે હવે છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા હતા. આ સાથે જ્યાં સુધી ટેબ્લેટ મામલે યોગ્ય પ્રત્યુત્તર નહીં મળે ત્યાં સુધી ધરણા કરવાનો કાર્યક્રમ રાખવાનું આહ્વાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ તરફ હવે પાટણથી ગાંધીનગર પદયાત્રાનું એલાન છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્રારા કરવામાં આવ્યુ છે.

બ્રેકિંગ@પાટણ: વિધાર્થીઓના ટેબ્લેટ અંગે CYSS મેદાને, ગાંધીનગર સુધી પદયાત્રાનું એલાન

શું કહ્યું છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખે ?

સમગ્ર મામલે છાત્ર યુવા સંઘર્ષ સમિતિના પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે ભરેલા નાણાં 2 વર્ષથી રાજ્યની યુનિવર્સીટીએ વાપરી રહી છે. કોરોના મહામારી જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે સરકાર ઓનલાઇન શિક્ષણ પર ભાર મૂકી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ખૂબ મદદરૂપ થઈ શકે છે. આવા કપરા કાળમાં જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ લેવા માટે 1,000 રૂપિયા યુનિવર્સિટીઓમાં જમા કરાવ્યા છે. તેમને ટેબ્લેટ મળે તે માટે અમારી માગ છે. જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે.