બ્રેકિંગ@પાટણ: યુવક પર બસનું ટાયર ફરી વળ્યુ, સારવાર પહેલા જ કરૂણ મોત 

અટલ સમાચાર, પાટણ હારીજ બસ મથકે સવારે એક યુવક પર બસનું ટાયર ફરી વળ્યુ હતુ. ઘટનાની જાણ થતા ડેપો મેનેજર સહિત લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટના બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આશાસ્પદ યુવકનું પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ. પાટણ જીલ્લાના
 
બ્રેકિંગ@પાટણ: યુવક પર બસનું ટાયર ફરી વળ્યુ, સારવાર પહેલા જ કરૂણ મોત 

અટલ સમાચાર, પાટણ 

હારીજ બસ મથકે સવારે એક યુવક પર બસનું ટાયર ફરી વળ્યુ હતુ. ઘટનાની જાણ થતા ડેપો મેનેજર સહિત લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. ઘટના બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આશાસ્પદ યુવકનું પ્રાણપંખેરુ ઉડી ગયુ હતુ.

પાટણ જીલ્લાના હારીજ  બસ સ્ટેન્ડમાં આજે સવારે એક દુર્ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યુ છે. હારીજ બસ ડેપોમાં સવારે એક આશાસ્પદ યુવકનો બસમાં ચડતી વખતે પગ લપસ્યો હતો. આ દરમ્યાન બસ ઉપડી જતાં યુવક ઉપર બસનું ટાયર ફરી વળતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઇ જવાની તજવીજ હાથ ધરાઇ હતી. પરંતુ આશાસ્પદ યુવકનું રસ્તામાં પ્રાણપંખેરૂ ઉડી જતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.