આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા 105 પહોંચી છે. આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લામાં પ્રથમ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો છે. પાટણના 47 વર્ષના યુવાનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આંતરરાજ્યની છે. તે થોડા દિવસો પહેલા મુંબઈ ગયો હતો. મુંબઈથી પરત આવ્યા બાદ થોડા દિવસો બાદ કોરોનાના લક્ષણ જણાતા તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જે ટેસ્ટનું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના 47 વર્ષીય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. થોડાક સમય પહેલા મુંબઇથી પરત ફરીને સિધ્ધ્પુર ખાતે રહેતા હતા. મુંબઇથી પરત ફરેલા પાટણના એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક 9એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code