બ્રેકિંગ@પાટણ: કોંગી બળવાખોરોને જીવતદાન, પક્ષાંતરધારાની અરજી નામંજુર

અટલ સમાચાર,પાટણ પાટણ જીલ્લા પંચાયતમાં સત્તાપલટો કરનાર કોંગી બળવાખોરો સામે રજૂ થયેલી પક્ષાંતરધારાની અરજીનો નિર્ણય આવ્યો છે. નામોનિર્દિષ્ઠ કોર્ટ ઘ્વારા કોંગ્રેસની અરજી નામંજુર કરતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના ૯ બળવાખોરો સાથે જીલ્લા ભાજપ પણ ગેલમાં આવી ગયા છે. કોર્ટે પ્રદેશ કોંગ્રેસ ઘ્વારા વ્હીપ ન હોવાનો આધાર લઇ નિર્ણય કર્યો છે. જેને હાઇકોર્ટમાં પડકારવા કોંગ્રેસ
 
બ્રેકિંગ@પાટણ: કોંગી બળવાખોરોને જીવતદાન, પક્ષાંતરધારાની અરજી નામંજુર

અટલ સમાચાર,પાટણ

પાટણ જીલ્લા પંચાયતમાં સત્તાપલટો કરનાર કોંગી બળવાખોરો સામે રજૂ થયેલી પક્ષાંતરધારાની અરજીનો નિર્ણય આવ્યો છે. નામોનિર્દિષ્ઠ કોર્ટ ઘ્વારા કોંગ્રેસની અરજી નામંજુર કરતા ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસના ૯ બળવાખોરો સાથે જીલ્લા ભાજપ પણ ગેલમાં આવી ગયા છે. કોર્ટે પ્રદેશ કોંગ્રેસ ઘ્વારા વ્હીપ ન હોવાનો આધાર લઇ નિર્ણય કર્યો છે. જેને હાઇકોર્ટમાં પડકારવા કોંગ્રેસ ઘ્વારા તૈયારી હાથ ધરાઇ છે.

પાટણ જીલ્લા પંચાયતની ગત દિવસોએ યોજાયેલી પ્રમુખની ચુંટણીમાં કોંગી બળવાખોરોએ સત્તા પલટો કરાવ્યો હતો. આથી વ્હીપ વિરૂધ્ધ મતદાન કરનાર ૯ કોંગી બળવાખોરો સામે પક્ષાંતર ધારાની ફરીયાદ કરવામાં આવી હતી. જેમાં વારંવારની મુદ્દતને અંતે ગાંધીનગર સ્થિત નામોનિર્દિષ્ઠ કોર્ટ ઘ્વારા નિર્ણય અપાયો છે. પ્રદેશને બદલે જીલ્લા કોંગ્રેસે વ્હીપ આપ્યો હોઇ પક્ષાંતર ધારાની અરજી નામંજુર થઇ છે. આથી કોંગી બળવાખોરોને જીવતદાન મળવા સાથે જીલ્લા પંચાયતની ચુંટણી પણ ટળી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકસભા ચુંટણી બાદ પાટણ જીલ્લા કોંગ્રેસને ફરી એકવાર મોટો ફટકો આવતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, સભ્યોને પદેશ કોંગ્રેસ ઘ્વારા જ વ્હીપ આપવો તેવી જોગવાઇ નથી. રાજય સરકારના ઇશારે ભાજપની તરફેણમાં નિર્ણય આવ્યો હોવાથી હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.

કયા કોંગી બળવાખોરોને રાજકીય જીવતદાન ?

  1. વિનુભાઇ રત્નાભાઇ પ્રજાપતિ
  2. જોઇતીબેન લક્ષ્મણજી ઠાકોર
  3. બાલુબેન દશરથસિંહ રાજપૂત
  4. દીપ્તિબેન અનિલભાઇ પરમાર
  5. કાનજીભાઇ જીવાભાઇ દેસાઇ
  6. મોતીબેન મણીભાઇ સોલંકી
  7. વર્ષાબેન જીતેન્દ્રભાઇ અમીન
  8. બાબુભાઇ મોતીભાઇ દેસાઇ
  9. લવિંગજી મુળજીજી સોલંકી

આ કોંગ્રેસી આગેવાનો બન્યા લાલઘુમ

બાબુજી અમથાજી ઠાકોર
પ્રવિણભાઇ ખેંગારભાઇ રાઠોડ

નામોનિર્દિષ્ઠ કોર્ટનો હુકમ

બાબુજી અમથાજી ઠાકોર અને પ્રવિણભાઇ ખેંગારભાઇ રાઠોડ, સદસ્ય જીલ્લા પંચાયત પાટણની વિવાદ અરજી.નં ૧૦-ર૦૧૮ પગલે ગુજરાતનો પક્ષાંતરધારો સ્થાનિક સત્તા મંડળોના સભ્યોને ગેરલાયક ઠરાવવાની જોગવાઇ કરતો અધિનિયમ અને તે હેઠળ બનાવવામાં આવેલ નિયમો ૧૯૯૭ના નિયમ(૯)ની જોગવાઇ અન્વયે સામાવાળા વિનુભાઇ રત્નાભાઇ પ્રજાપતિ, બાલુબેન દશરથસિંહ રાજપુત, દીપ્તિબેન અનિલભાઇ પરમાર, કાનજીભાઇ જીવાભાઇ દેસાઇ, બાબુભાઇ મોતીભાઇ દેસાઇ અને લવિંગજી મુળજીજી સોલંકીને સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાની અને તેઓ વિરૂધ્ધ કાયદેસરના પગલા લેવાની અરજી નામંજૂર કરવા હુકમ કરૂ છુ.