બ્રેકિંગ@પાટણ: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું નિધન, વતનમાં અંતિમ સંસ્કાર કરાશે

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણના ભૂતપુર્વ સાંસદ લીલાધર વાધેલાનું બિમારીને કારણે નિધન થયુ છે. આજે સવારે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલા પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રીતરીકે પણ રહી ચુક્યા છે. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર તેમના
 
બ્રેકિંગ@પાટણ: પૂર્વ સાંસદ લીલાધર વાઘેલાનું નિધન, વતનમાં અંતિમ સંસ્કાર કરાશે

અટલ સમાચાર, ચાણસ્મા (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણના ભૂતપુર્વ સાંસદ લીલાધર વાધેલાનું બિમારીને કારણે નિધન થયુ છે. આજે સવારે તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમશ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલા પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ તરીકે રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ ત્રણ વખત ગુજરાત સરકારમાં મંત્રીતરીકે પણ રહી ચુક્યા છે. લીલાધર વાઘેલાના અંતિમ સંસ્કાર તેમના વતન પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ખાતે કરવામાં આવશે. આ માટે તેમના પાર્થીવ દેહને તેમના ગામ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ઉત્તર ગુજરાતના પીઢ રાજકારણી અને ભૂતપુર્વ સાંસદ લીલાધર વાધેલાએ 87 વર્ષની ઉંમરે આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસોથી બીમાર લીલાધર વાઘેલાએ આજે સવારે ગાંધીનગર સ્થિત તેમના નિવાસ સ્થાને અંતિમશ્વાસ લીધા હતા. લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાના પીંપળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ.,બી.એડનો અભ્યાસ કર્યો છે. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર તરીકે કરી હતી. 2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમનં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓઓ પાંચ વર્ષ સુધી શિક્ષક તરીકે પણ નોકરી કરી છે.

લીલાધર વાઘેલાનો રાજકીય કાર્યકાળ

લીલાધર વાઘેલા ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઈ પટેલ સરકારમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે. 2004ના વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને લાઇમલાઇટમાં આવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમણે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા ભાવસિંહ રાઠોડને 1 લાખ 38 હજાર 719 મતથી હરાવ્યા હતા.