આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણના સરસ્વતી તાલુકાના રહીશને કોરોના પોઝીટીવ આવ્યા બાદ સૌથી વધુ નજીકના સંપર્કોને પણ ચેપ થઈ ગયો છે. સાળાને કારણે બનેવીને પણ કોરોના થઈ જતાં પાટણ જિલ્લામાં કુલ બે કેસ થયા છે. જોકે સંબંધીઓ પૈકી ચાર કેસ નેગેટીવ આવતાં મોટી રાહત મળી છે. જેમાં એકનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાનો લુકમાન સિદ્ધપુર પોતાની બહેનને ત્યાં ગયો હોઇ તેના બનેવીને પણ કોરોના થઈ ગયો છે. આજે 6 પૈકી પાંચના રિપોર્ટ આવતાં 51 વર્ષના વધુ એક ઈસમને ચેપને કારણે કોરોના થયાનું બહાર આવ્યું છે. આ સાથે બે બાળકો સહિત ચારને નેગેટીવ આવતાં ચિંતા ટળી છે. આ દરમ્યાન એકદમ નજીકના 6 પૈકી એકનો રિપોર્ટ પડતર રહ્યો છે. લુકમાનને કારણે પાટણ જિલ્લાના કોરોના પોઝીટીવ કેસની સંખ્યા વધવાની સંભાવના ઉભી થતાં હડકંપ મચી ગયો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકામાં એક એક મળી પાટણ જિલ્લામાં કુલ બે પોઝીટીવ કેસ થયા છે. આવી સ્થિતિમાં હવે લોકલ સંક્રમણને કારણે ચેપગ્રસ્ત વ્યક્તિઓની સંખ્યા વધે તેવી સંભાવના બની છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનની અમલવારી વધુ કડક બની છે. મુંબઈથી આવેલા લુકમાનને કારણે સિદ્ધપુરમાં મોટો ફફડાટ ફેલાઇ ગયો હોઇ લોકો ઘરમાં જ રહે તે સૌથી વધુ અગત્યનું છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code