બ્રેકિંગ@પાટણ: આંતરરાજ્ય કારચોરીના માલિકો જાહેર થતાં બચી ગયા

અટલ સમાચાર, ગીરીશ જોષી પાટણમાં કેટલાક દિવસો અગાઉ આંતરરાજ્ય કાર ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. લક્ઝુરીયસ ગાડીઓ અન્ય રાજ્યોમાંથી ચોરી તેનું પાર્સિંગ ગુજરાતના આરટીઓમાં કરાવવામાં આવતું હતું. જેમાં પોલીસે કેટલાક આરોપીઓ પકડયા છે. જોકે રાજકીય દાવપેચમાં માલિકોના નામ જાહેર થતાં નથી. પાટણ પોલીસે મોંઘી ગાડીઓના બનાવટી પાર્સિંગ સહિતના અત્યાર સુધીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
 
બ્રેકિંગ@પાટણ: આંતરરાજ્ય કારચોરીના માલિકો જાહેર થતાં બચી ગયા

અટલ સમાચાર, ગીરીશ જોષી

પાટણમાં કેટલાક દિવસો અગાઉ આંતરરાજ્ય કાર ચોરીનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. લક્ઝુરીયસ ગાડીઓ અન્ય રાજ્યોમાંથી ચોરી તેનું પાર્સિંગ ગુજરાતના આરટીઓમાં કરાવવામાં આવતું હતું. જેમાં પોલીસે કેટલાક આરોપીઓ પકડયા છે. જોકે રાજકીય દાવપેચમાં માલિકોના નામ જાહેર થતાં નથી.

પાટણ પોલીસે મોંઘી ગાડીઓના બનાવટી પાર્સિંગ સહિતના અત્યાર સુધીનાં મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જોકે આંતરરાજ્ય કાર તસ્કરીમાં સંડોવાયેલા આરોપીઓએ કોને કોને કાર વેચી તે હજુ સુધી અકબંધ છે.

સમગ્ર મામલે પાટણ પોલીસે ભુજ આરટીઓ સહિતની ઓથોરિટીને કેેસ સંદર્ભે વિગતો પૂરી પાડવા જણાવેલું છે. જોકે બેથી ત્રણવાર કહેવાયું છતાં માહિતી નહિ આપતાં શંકા ઘેરી બની છે. એક સરકારી કચેરી બીજી સરકારી કચેરીને માહિતી ના આપે તે શક્ય નથી.

પાટણમાં એવી ચર્ચા થઈ રહી છે કે ચોરીની કારના માલિકો મોટા ગજાના હોવાથી ચૂંટણીને લીધે નામ જાહેર થઈ શક્યા નથી. પાટણ લોકસભા ચૂંટણીમાં ચોક્કસ પાર્ટીના મતો સાચવવા માલિકો જાહેર થતાં બચી ગયા છે.