બ્રેકિંગ@પાટણ: ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના, સરસ્વતી નદીમાં એક જ પરિવારના 7 લોકો ડૂબ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર ગુજરાતમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. ત્યારે પાટણમાંથી એક કરૂણ ઘટના સામે આવી રહી છે. પાટણમાં ગણેશ વિસર્જન વખતે સરસ્વતી બેરેજ ખાતે એક સાથે 7 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી રહી છે.આ ઘટના સામે આવતા જ 108ની અને ફાયબ્રિગેડની ટીમો સ્થળ પર આવી પહોંચી હતી.
ત્યાર બાદ ગણેશ વિસર્જન વખતે ડૂબેલા 7 લોકોમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, આ સાથે, અન્ય 3 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તમામને સારવાર અર્થે મોકવામાં આવ્યા છે. અન્ય 3 લોકો હજુ પણ લાપતા છે, જેને લઈને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ તમામ લોકો એક જ પરિવારના છે. હાલ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, SDM, મામલતદાર સહિત અધિકારી કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો છે. આ સાથે ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ આવી ઘટના સામે આવી ચૂકી છે.