આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

પાટણ જિલ્લામાં ફરીએકવાર લાંચ લેતાં કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી સામે આવી છે. 2 પોલીસ કર્મચારીઓ એસીબીના છટકામાં આરોપી બનતાં ચકચાર મચી ગઇ છે. મદદનીશ સબ ઈન્સ્પેક્ટર વતી 10 હજારની લાંચ લેતાં પોલીસ કોન્સ્ટેબલ ઝડપાઇ ગયો છે. આરોપીને અકસ્માતના કેસમાં હાજર કર્યા બાદ હેરાન પરેશાન નહિ કરવા સામે લાંચની માંગણી કરવામાં આવી હતી. જોકે લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી આરોપીના ભાઇએ પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો. જેથી છટકું ગોઠવવામાં આવતાં પોલીસ સ્ટેશનમાં જ 10 હજારની લાંચ લેતાં પોલીસ કોન્સ્ટેબલને એસીબીની ટીમે ઝડપી લીધો હતો. લાંચ રૂશ્વત વિરોધ બ્યુરોની ટીમે સફળ કાર્યવાહી કરતાં પાટણ જિલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનમાં આજે અચાનક એસીબીની ટીમે મોટી કાર્યવાહી કરી દેતાં દોડધામ મચી ગઇ હતી. કેટલાક દિવસો અગાઉ સમી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ એક્સિડન્ટ કેસમાં આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ હતી. આ દરમ્યાન આરોપીને હાજર કરો તો હેરાન પરેશાન નહિ કરવા લાંચની માંગણી કરી હતી. જેની સામે આરોપીનો ભાઇ લાંચ આપવો ઇચ્છતો ન હોવાથી પાટણ એસીબીને રજૂઆત કરી હતી. આથી પાટણ એસીબીના અધિકારી આચાર્ય સહિતની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં આજે સમી પોલીસ સ્ટેશનમાં જ ફરિયાદી પાસેથી રૂ. 10,000ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ અમૃત તેજરામભાઇ દવે ઝડપાઇ ગયો હતો. આ કોન્સ્ટેબલે સમી પોલીસ સ્ટેશનનાં એએસઆઈ ભરતસિંહ પ્રભાતજી ઝાલા વતી લાંચ સ્વિકારી હોઇ બંને વિરુદ્ધ કાર્યવાહી થઈ છે. એસીબીની ટીમે સમી પોલીસ સ્ટેશનનાં બંને પોલીસ કર્મચારીને લાંચ કેસમાં આરોપી બનાવતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટનાને લઈ સમી પોલીસ સ્ટેશનનાં કર્મચારી આરોપીને પકડવા સહિતની કાયદેસરની કાર્યવાહીમાં હતા. આ દરમિયાન આરોપીને પકડ્યાં બાદ જો હેરાન ના થવા દેવો હોય તો લાંચ આપવી પડશે તેવું કહ્યું હતું. જોકે આરોપી/તેનો ભાઇ લાંચ આપવા ઇચ્છતા નહોતા. આથી પાટણ એસીબીને રજૂઆત કરી પકડાવી દેતાં ખળભળાટ મચી ગયો છે. સમી પોલીસ સ્ટેશનમાં એસીબીની કાર્યવાહી થઈ હોવાનું સામે આવતાં અન્ય પોલીસ કર્મચારીઓમાં લાંચ સામે ફફડાટ ઉભો થયો છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code