બ્રેકિંગ@પાટણ: કોરોના પોઝિટીવ 4 દર્દીઓનો સારવાર બાદ રીપોર્ટ નેગેટિવ

અટલ સમાચાર, પાટણ કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં અત્યાર સુધી 538 કેસ પોઝિટીવ આવ્યા છે. આ તરફ પાટણ જીલ્લા માટે ખુશી સમાચાર સામે આવ્યા છે. જેમાં અગાઉ કુલ 14 કેસ પોઝિટીવ આવ્યા બાદ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ 4 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ડીસ્ચાર્જ કરી ફેસીલીટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જેમાં
 
બ્રેકિંગ@પાટણ: કોરોના પોઝિટીવ 4 દર્દીઓનો સારવાર બાદ રીપોર્ટ નેગેટિવ

અટલ સમાચાર, પાટણ

કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાતમાં અત્યાર સુધી 538 કેસ પોઝિટીવ આવ્યા છે. આ તરફ પાટણ જીલ્લા માટે ખુશી સમાચાર સામે આવ્યા છે. જેમાં અગાઉ કુલ 14 કેસ પોઝિટીવ આવ્યા બાદ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર બાદ 4 દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને ડીસ્ચાર્જ કરી ફેસીલીટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. જેમાં એક કેસ સિધ્ધપુરની તમન્ના સોસાયટીનો તો અન્ય ત્રણ કેસ નેદ્રા ગામના છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: કોરોના પોઝિટીવ 4 દર્દીઓનો સારવાર બાદ રીપોર્ટ નેગેટિવ

પાટણ જીલ્લાના સિધ્ધપુર અને નેદ્રામાં મળી કુલ 14 કેસો પોઝિટીવ આવેલા છે. તમામને સારવાર અર્થે મેડીકલ કોલેજ ધારપુર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર બાદ ચાર દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેમને રજા આપવામાં આવશે. સિધ્ધપુરની તમન્ના સોસાયટીના ૫ર વર્ષીય પુરૂષનો રીપોર્ટ સારવાર બાદ નેગેટીવ આવ્યો છે. તો નેદ્રા ગામના પ્રથમ ત્રણ દર્દીઓ જેમની ઉંમર અનુક્રમે 51,21,45 વર્ષ તે ત્રણેયના રીપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.

બ્રેકિંગ@પાટણ: કોરોના પોઝિટીવ 4 દર્દીઓનો સારવાર બાદ રીપોર્ટ નેગેટિવ

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત દિવસોએ નેદ્રા ગામમાં એકસાથે 7 કેસ પોઝિટીવ આવતા ખળભળાટ મચી ગયો હતો. જેને લઇ પોલીસ દ્રારા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ તરફ સારવાર લઇ રહેલા ચાર લોકોના રીપોર્ટ નેગેટિવ આવતા તેમને ડીસ્ચાર્જ કરી અને ફેસીલીટી કોરેન્ટાઇનમાં રાખવામાં આવશે.