આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

અત્યારે રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જેમાં પાટણ શહેરમાં આનંદ સરોવર નજીકનો નજારો આંચકા સમાન બન્યો છે. સરકારી ગાડીઓનું પાર્કિંગ રસ્તા વચ્ચે કરી દેવામાં આવ્યું છે. સૌથી મોટી વાત એ છે કે, વાહનો માટે પ્રગતિ મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા છતાં રસ્તા વચ્ચે પાર્કિંગ કરી દીધું છે.

પાટણ જિલ્લામાં નર્મદા મહોત્સવમાં દરમ્યાન ટ્રાફિક નિયમો સાઈડમાં કરી દેવામાં આવ્યા છે. શહેરના આનંદ સરોવર એટલે કે ગુંગડી તળાવમાં મંત્રી દિલીપ ઠાકોર આવ્યા હોઇ વહીવટી અને રાજકીય સત્તાધીશો દોડી આવ્યા છે. જેમાં કલેક્ટર સહિતના દિગ્ગજ અધિકારીઓના વાહનો રસ્તા વચ્ચે પાર્કિંગ હોવાનું સામે આવ્યું છે. આ સાથે મંત્રી સહિત પોલીસની ગાડી પણ રસ્તા વચ્ચે ખડકી દેવામાં આવી છે. નવાઇની વાત એ છે કે, પાર્કિંગ કરવા નજીક પ્રગતિ મેદાન હોવા છતાં ટાળવામાં આવતાં ગંભીર સવાલો ઉભા થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રસ્તા વચ્ચે કલાકો સુધી સરકારી વાહનોના કાફલાથી સામાન્ય નાગરિકોને કેવો મેસેજ જશે તેની ચિંતા વિના બેફામ પાર્કિંગ સત્તામાં ચૂર હોવાનો સવાલ સૌથી મોટો બન્યો છે.

01 Oct 2020, 8:27 AM (GMT)

COVID-19 Global Stats

34,397,296 Total Cases
1,022,359 Death Cases
25,586,971 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code