બ્રેકિંગ@પાટણ: નવા બે કેસ આવ્યા, મહિલા દર્દી સદભાવ હોસ્પિટલ ગયા હતા

અટલ સમાચાર, પાટણ પાટણના સરસ્વતી અને સિધ્ધપુર તાલુકામાં નવા બે કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં એક મહિલા દર્દીએ પાટણ શહેરની સદભાવ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આથી આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સદભાવ હોસ્પિટલમાં સંક્રમિતો શોધવા તપાસ શરૂ કરી છે. હોસ્પિટલને કોર્ડન કરી પ્રવેશ અને બહાર જતાં અટકાવી દીધું
 
બ્રેકિંગ@પાટણ: નવા બે કેસ આવ્યા, મહિલા દર્દી સદભાવ હોસ્પિટલ ગયા હતા

અટલ સમાચાર, પાટણ

પાટણના સરસ્વતી અને સિધ્ધપુર તાલુકામાં નવા બે કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે. જેમાં એક મહિલા દર્દીએ પાટણ શહેરની સદભાવ હોસ્પિટલમાં સારવાર લીધી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આથી આરોગ્ય ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સદભાવ હોસ્પિટલમાં સંક્રમિતો શોધવા તપાસ શરૂ કરી છે. હોસ્પિટલને કોર્ડન કરી પ્રવેશ અને બહાર જતાં અટકાવી દીધું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરમાં આવેલી સિફા હોસ્પિટલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા વ્યક્તિને કોરોના પોઝીટીવ આવ્યો છે. મૂળ ઉંબરૂ ગામના સરેરાશ 50 વર્ષના ડ્રાઇવર અગાઉથી હોમ ક્વોરોન્ટાઈન હતા. આથી તેના પરિવારના કોરોના વાયરસના શંકાસ્પદ બન્યા હોવાની સંભાવના છે. જ્યારે આ તરફ સરસ્વતી તાલુકાના ભિલવણ ગામની 65 વર્ષની મહિલા બિમાર પડતાં સારવાર માટે પાટણની સદભાવ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી હતી. જ્યાં શંકાસ્પદ જણાતાં તાત્કાલિક ધારપુર મેડિકલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સેમ્પલ લેતાં રિપોર્ટ પોઝીટીવ આવતાં ચકચાર મચી ગઇ છે. ડોક્ટરની ટીમે તાત્કાલિક સદભાવ હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભિલવણની મહિનાને ચેપ ક્યાંથી લાગ્યો તે તપાસનો વિષય બન્યો છે. નેદરાના સંક્રમિતો અથવા લુકમાન દ્વારા ચેપ લાગ્યો હોવાની આશંકા છે. આથી પાટણ આરોગ્ય તંત્ર દ્વારા ભિલવણ ગામના 15થી વધુને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ સાથે ભિલવણ અને ઉંબરૂ ગામે શંકાસ્પદો શોધવા અને ગામને સેનિટાઇઝ કરવા દોડધામ મચી ગઇ છે.