બ્રેકિંગ@પાટણ: કોરોનાનો કહેર વધતાં યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા કોરોનાના વધતાં કેસોને લઇ પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ 15 માર્ચથી શરૂ કરવામાં આવેલી અને 31 માર્ચ અને 6 એપ્રિલથી શરૂ થતી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં વિવિધ ડીગ્રીઓની પરીક્ષા તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો પરીપત્ર
 
બ્રેકિંગ@પાટણ: કોરોનાનો કહેર વધતાં યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા કોરોનાના વધતાં કેસોને લઇ પરીક્ષાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ 15 માર્ચથી શરૂ કરવામાં આવેલી અને 31 માર્ચ અને 6 એપ્રિલથી શરૂ થતી તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. જેમાં વિવિધ ડીગ્રીઓની પરીક્ષા તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો પરીપત્ર યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યો છે. આ સાથે પરીક્ષાની નવી તારીખો સરકારની સુચના મુજબ પછી જાહેર કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્રારા હાલમાં ચાલુ અને આગામી દિવસે યોજાનાર તમામ પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. રાજ્યભરમાં વધતાં જતાં કોરોનાના કહેર વચ્ચે રાજ્યની યુનિવર્સિટીઓ દ્રારા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ તરફ હવે પાટણ સ્થિત યુનિવર્સિટી દ્રારા પણ સાવચેતીના ભાગરૂપે તમામ પરીક્ષાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી હોવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ@પાટણ: કોરોનાનો કહેર વધતાં યુનિવર્સિટીની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અગાઉ કોરોના કેસો વધતાં ઓનલાઇન શિક્ષણ ચાલુ કરવામાં આવ્યા બાદ હવે ફરી એકવાર કોરોનાનો કહેર સામે આવ્યો છે. જેને લઇ યુનિવર્સિટી દ્રારા હાલની ચાલુ પરીક્ષાઓ અને અન્ય યોજાનાર પરીક્ષાઓ હાલ પુરતી તાત્કાલિક અસરથી સ્થગિત કરવાનો પરિપત્ર કરાયો છે. જે મુજબ બીએસસી, બીકોમ, બીબીએ, બીસીએ, બીએસડબલ્યુ, બીએબીએડ, બીએસસીબીએડ સેમ-1 સહિતની અનેક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.