બ્રેકિંગ@પાટણ: ઘરકંકાસમાં પિત્તો ગુમાવી પત્નિની કરી હત્યા, પતિએ પણ ઝેર પીધું

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી) કોરોના મહામારી વચ્ચે પાટણમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણના હાંસાપુર સ્થિત એક સોસાયટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક સૂત્રો મુજબ મહિલાની તેના પતિએ ગળામાં છરીના ઘા મારી હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ તરફ પતિએ પોતાની પત્નિની હત્યા કર્યા બાદ પોતે
 
બ્રેકિંગ@પાટણ: ઘરકંકાસમાં પિત્તો ગુમાવી પત્નિની કરી હત્યા, પતિએ પણ ઝેર પીધું

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ (પ્રિયકાન્ત શ્રીમાળી)

કોરોના મહામારી વચ્ચે પાટણમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ પાટણના હાંસાપુર સ્થિત એક સોસાયટીમાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે. સ્થાનિક સૂત્રો મુજબ મહિલાની તેના પતિએ ગળામાં છરીના ઘા મારી હત્યા કરી હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ તરફ પતિએ પોતાની પત્નિની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પીને જીવન ટુંકાવી લીધુ હતુ. ઘટનાને લઇ પાટણ બી ડીવીઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બ્રેકિંગ@પાટણ: ઘરકંકાસમાં પિત્તો ગુમાવી પત્નિની કરી હત્યા, પતિએ પણ ઝેર પીધું
જાહેરાત

પાટણના હાંસાપુરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં પતિએ પોતાની પત્નિની હત્યા કરી હોવાની ઘટનાને લઇ હડકંપ મચી ગયો છે. પોલીસ સ્ટેશનથી મળતી વિગતો મુજબ જ્યોત્સાબેન કનુજી ઠાકોર છેલ્લા કેટલાંક સમયથી પોતાના પિતાના ઘરે સુરમ્ય રેસીડેન્સીમાં રહેતી હતી. આ દરમ્યાન આજે સવારના અગિયારેક વાગે તેમનો પતિ કનુજી રામુજી ઠાકોરે ત્યાં પહોંચી અગમ્ય કારણોસર પોતાની પત્નીની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. આ સાથે પત્નિની હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

બ્રેકિંગ@પાટણ: ઘરકંકાસમાં પિત્તો ગુમાવી પત્નિની કરી હત્યા, પતિએ પણ ઝેર પીધું

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પાટણના હાંસાપુરમાં બપોરના સમયે બનેલી ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. સ્થાનિકો અને સૂત્રો મુજબ ઘરકંકાસને લઇ બંને વચ્ચે ચાલતાં ઝઘડાંને કારણે આ ખૂની ખેલ ખેલાયો હોવાનું મનાઇ રહ્યુ છે. ઘટનાને લઇ પાટણ બી ડીવીઝન PI શક્તિસિંહ ગોહિલ સહિતની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

બ્રેકિંગ@પાટણ: ઘરકંકાસમાં પિત્તો ગુમાવી પત્નિની કરી હત્યા, પતિએ પણ ઝેર પીધું