બ્રેકિંગ@પાટડીઃ ધામાની મહિલાએ કર્યો આપધાત, મેડીકલ ઓફિસરનો ત્રાસનો આક્ષેપ

અટલ સમાચાર, પાટડી પાટડીના ઝીંઝુવાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા ધામાની મહિલાએ વિસાવડી સબ સેન્ટરમાં ગોળીઓ ખાઇને આપધાત કર્તા ખળભળાટ મચી ગઈ છે. નર્સના પિતાએ ઝીંઝુવાડા મેડીકલ ઓફિસરે નોકરી બાબતે ત્રાસ આપતા મારી દીકરીએ મોતને વ્હાલુ કર્યાની ફરીયાદ નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. 24મી એપ્રિલે બપોરના સમયે મયુરીબેન કાળુભાઇ પરમારે
 
બ્રેકિંગ@પાટડીઃ ધામાની મહિલાએ કર્યો આપધાત, મેડીકલ ઓફિસરનો ત્રાસનો આક્ષેપ

અટલ સમાચાર, પાટડી

પાટડીના ઝીંઝુવાડા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતા ધામાની મહિલાએ વિસાવડી સબ સેન્ટરમાં ગોળીઓ ખાઇને આપધાત કર્તા ખળભળાટ મચી ગઈ છે. નર્સના પિતાએ ઝીંઝુવાડા મેડીકલ ઓફિસરે નોકરી બાબતે ત્રાસ આપતા મારી દીકરીએ મોતને વ્હાલુ કર્યાની ફરીયાદ નોંધાવતા આ કેસમાં નવો વળાંક આવ્યો છે.

24મી એપ્રિલે બપોરના સમયે મયુરીબેન કાળુભાઇ પરમારે વિસાવડી સબસેન્ટર ખાતે કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરવાના ઇરાદે સંખ્યાબંધ ગોળીયો ખાઇ લેતા તે બેભાન થઈ ગઈ હતી બેભાન હાલતમાં પ્રાથમિક સારવાર માટે વિરમગામ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ મૃતક મહિલાના પિતા કાળુભાઇ ગાડાભાઇ પરમારે ઝીંઝુવાડા પોલિસને ઝીંઝુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો.નરેશભાઇ મકવાણા દ્વારા મારી દીકરીને અવાર-નવાર નોકરી બાબતે ટોર્ચર કરતા મારી દીકરી મયુરીએ મોતને વ્હાલું કર્યું હોવાના આક્ષેપ સાથે ઝીંઝુવાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ખળભળાટ મચી ગઈ છે. આ કેસની વધુ તપાસ હાથ ધરી ઝીંઝુવાડા પોલીસ આ ઘટનાની વધુ કાર્યવાહી ચાલી રહી છે.