આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર પાલિકામાં વહીવટી ટકરાવ હવે ચરમસીમાએ પહોંચી રહ્યો હોવાની સ્થિતિ બની છે. મહિલા ચીફ ઓફિસર વિરુદ્ધ ખુદ પાલિકાના જ કર્મચારીએ ફરિયાદ કરી છે. માનસિક ત્રાસ આપી સાક્ષી થવા દબાણ કરતાં હોવાની ચોકાવનારી રજૂઆત કરી છે. મહિલા ચીફ ઓફિસરની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉભા કરી સસ્પેન્ડ કરવાની ધમકી આપતાં હોવાની રજૂઆત સેનેટરી ઇન્સ્પેક્ટરે કરી છે. કલેક્ટરે સહિત પ્રાદેશિક કમિશનરને ઈમેલ મારફત પત્ર લખ્યો હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાને લઈ ચોંકાવનારી રજૂઆત સામે આવી છે. પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીએ સનસનીખેજ પત્ર લખ્યો છે. મહિલા ચીફ ઓફિસર પ્રજ્ઞા કોડીયાતર સતત માનસિક ત્રાસ આપતાં હોવાના આક્ષેપ સાથે ગંભીર રજૂઆત કરી છે. પાલિકાના સિનિયર કોર્પોરેટર અંકુર જોશી વિરુદ્ધ ચીફ ઓફિસરની ફરિયાદમાં સાક્ષી થવા દબાણ થતું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. નોટીશ આપી, કેટલીક જવાબદારીમાં કાપ મૂકી, નોકરીમાં સસ્પેન્ડની ધમકી સહિતના મુદ્દે કર્મચારી પ્રશાંત સોનીએ પાટણ કલેક્ટર અને નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનરને ઈમેલ દ્વારા ફરિયાદ કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સેનેટરી ઇન્સ્પેક્ટર પ્રશાંત સોનીએ અગાઉ કથિત શૌચાલય કૌભાંડની ફરિયાદ કરી હતી. જેમાં ચીફ ઓફિસર પ્રજ્ઞા કોડીયાતરની વહીવટી ભૂમિકા સામે શંકાસ્પદ સ્થિતિ રજૂ કરી હતી. હવે માનસિક ત્રાસ અને અંકુર જોશીનો માણસ કહેતા હોવાનું જણાવી ફરી એકવાર રજૂઆત કરતાં અનેક સવાલો ઉભા થયા છે. પાલિકામાં મહિલા ચીફ ઓફિસરની નિયુક્તિ બાદ કર્મચારીઓ સાથેનો તાલમેલ ચિંતાજનક બન્યો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code