આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાધનપુર પાલિકામાં ચોંકાવનારી નાણાંકીય પ્રક્રિયા સામે આવી છે. નિર્મળ ગુજરાત હેઠળની કામગીરીનું ચૂકવણું કરવામાં ગંભીર ઘટસ્ફોટ થયો છે. 14માં નાણાંપંચનું કામ ન હોવા છતાં કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા છે. જેનો અણસાર પ્રમુખ સહિત કોર્પોરેટરોને આવતાં મનાઇ કરી હતી. સામાન્ય સભાની મંજૂરી વિના ચીફ ઓફિસરે ચૂકવણું કરી દેતાં તમામ નગરસેવકો લાલઘૂમ બન્યા છે.

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકાના ચીફ ઓફિસર પ્રજ્ઞાબેનનો વહીવટી સવાલો વચ્ચે આવ્યો છે. શૌચાલયના કામ સામે સર્વોદય ટ્રસ્ટ નામની એજન્સીને નાણાં ચૂકવવામાં આવ્યા હતા. જોકે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ અપૂરતી મળી હોઇ ચૂકવણું વિલંબમાં જતું હતું. આથી ચીફ ઓફિસરે 14 માં નાણાંપંચની રકમ ઉપાડી ચૂકવી દેતાં ખળભળાટ મચી ગયો હતો. આથી ગત 20 માર્ચની સામાન્ય સભામાં મંજૂરી લેવા જતાં પ્રમુખ સહિતનાએ લેખિત વાંધો આપી સ્પષ્ટ મનાઇ કરી હતી. આથી સામાન્ય સભાની મંજૂરી વિના નાણાં ચૂકવાઈ જતાં ભ્રષ્ટાચારના સવાલો ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, નાણાંપંચનું કામ ન હોવા છતાં રકમ ઉપાડી લેતાં શાસક અને વિપક્ષના તમામ નગરસેવકો લાલઘૂમ બન્યા છે. ચૂકવણું કરતાં પહેલાં સામાન્ય સભામાં ચર્ચામાં નહિ લેતાં નાણાંકીય ગેરરીતિના સવાલો ઉભા થયા છે. હજુ સુધી સામાન્ય સભાએ ઠરાવ કરી મંજૂરી ન આપતાં વહીવટી પ્રક્રિયા ઉપર ગંભીર આક્ષેપો થયા છે.

નાણાંકીય ઉચાપત હોવાથી કોર્ટમાં જઇશું

રાધનપુર પાલિકામાં ભાજપી નગરસેવક અંકુર જોશીએ જણાવ્યું હતું કે, 14 માં નાણાંપંચની રકમ ઉપાડી શકાય નહિ. આ માટે સૌપ્રથમ સામાન્ય સભામાં પસાર કરવું પડે. પ્રમુખ સહિતની લેખિતમાં મનાઇ હોવા છતાં ચૂકવણું ના થાય. નાણાંકીય ઉચાપત હોવાથી આગામી દિવસોમાં કોર્ટમાં જઇશું

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code