આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાધનપુર શહેરના તત્કાલીન કોર્પોરેટરે સત્તાનો દુરુપયોગ કરી લાભ સરકારી યોજનાનો ખોટો લાભ લીધાનું સામે આવ્યું છે. પત્નીના નામે મકાન હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હતો. જેમાં તત્કાલીન ચીફ ઓફિસરના આદેશ બાદ આજે પાલિકાના કર્મચારીએ પતિ-પત્ની વિરુદ્ધ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં વર્ષ 2017 દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ અનેક લાભાર્થીઓને સહાય મળી હતી. આ દરમ્યાન કોંગ્રેસના તત્કાલીન નગરસેવક આસિફ ઘાંચીએ પણ સત્તાનો દુરુપયોગ કરી સરકારી સહાય મેળવી હોવાની રજૂઆત થઈ હતી. નિયમો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીના નામે ભારતભરમાં ક્યાંય પણ મકાન ન હોવું જોઈએ. જોકે કોંગ્રસના તત્કાલીન નગરસેવક આસિફ અહેમદભાઇ ઘાંચીએ પોતાની પત્ની અનિષા આસિફભાઇ ઘાંચીના નામે મકાન હોવા છતાં ખોટું સોગંદનામું બનાવ્યું હતું. આ સાથે મકાનનાં બાંધકામની મંજૂરી માટે રાધનપુર પાલિકાના ચીફ ઓફિસરની સહિ વગર નકશો રજૂ કરી યોજનાના અનુક્રમ નંબર 432 માં આવાસનો લાભ લીધો હતો. જેમાં પ્રથમ હપ્તામાં રૂપિયા 30,000 લઈ સરકારી રકમ મેળવવા વિશ્વાસઘાત અને ઠગાઇ કર્યાની ફરિયાદ દાખલ થઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક આસિફ અહેમદભાઇ ઘાંચીએ લોહીના સગાં તેમની પત્ની અનિષાબેન આસિફભાઇ ઘાંચીના નામે સરકારી યોજનાનો લાભ લેવા ગુનાહિત કાવતરું રચી ગત તા. 14/9/2017 ના રોજ ખોટું સોગંદનામું રજૂ કર્યું હોવાનું ધ્યાને આવતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌથી મોટી વાત છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ખોટો લાભ લીધો હોવાની સૌપ્રથમ ફરિયાદ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

રાધનપુર શહેરના અનેક કેસ ચકાસવા યોગ્ય

રાધનપુર શહેરમાં અત્યાર સુધી એક હજારથી વધુ લાભાર્થીઓએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અરજી કરી છે. આ પૈકી 500થી વધુને એક કે તેથી વધુ હપ્તા ચૂકવાઈ ગયા છે. જેમાં અનેક લાભાર્થીઓએ ખોટાં રેકર્ડ આપી લાભ લીધો હોવાની આશંકા ઉભી થયેલી હોઇ પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code