આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

રાધનપુરમાં આજે જલઝીલણી અગિયારસે ઠાકોર સમાજમાં ધાર્મિક મેળાવડો ગોઠવાયો છે. જેમાં પત્રિકામાં નામ મુજબ જીલ્લાથી માંડી પ્રદેશ કોંગ્રેસના દિગ્ગ્જોએ ધામા નાંખ્યા છે. કદાવર નેતા અલ્પેશ ઠાકોરના ગઢમાં ઠાકોર સમાજ કોંગ્રેસના પડખે હોવાની ગણતરી વચ્ચે વરઘોડામાં ગણતરીની સંખ્યાથી મુંઝવણ ઉભી થઇ છે. કોંગી દિગ્ગજોની આશા મુજબ માનવ મહેરામણ જોવા નહિ મળતાં અલ્પેશ ઠાકોર ગેલમાં આવી ગયા છે. આ સાથે સ્થાનિક ભાજપી આગેવાનો રાજકીય ફીયાસ્કો ગણાવી અંદરો-અંદર આનંદ લુંટી રહ્યા છે.

પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ઠાકોર સમાજનો ધાર્મિક પ્રસંગ હોઇ આજે સવારથી જ આગેવાનો ઉમટી પડ્યા હતા. અગિયારસે વરઘોડો કાઢવાનો હોઇ પુર્વ તૈયારીના ભાગરૂપે ઘોડા અને બગી સાથે ધાર્મિક કાર્યક્રમમાં ઠાકોર સમાજની સંખ્યા વધી જવાની રાજકીય આશા હતી.

અલ્પેશ ઠાકોરના ગઢમાં અને તેના જ ઠાકોર સમાજ વચ્ચે દબદબો ઉભો થવાની ગણતરીએ પ્રદેશ કોંગ્રેસ મોવડી મંડળના દિગ્ગજો દોડી આવ્યા છે. જેમાં અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, લાખાભાઇ ભરવાડ, સી.જે.ચાવડા, ચંદનજી ઠાકોર, ગેનીબેન ઠાકોર અને નૌષાદ સોલંકી સહિતના નેતા બરોબરના મુંઝાયા છે.

swaminarayan

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઠાકોર સમાજના વરઘોડા દરમ્યાન પ્રદેશ કોંગ્રેસને શોભે અને આશા હોય તેવી સંખ્યા જોવા નહિ મળતા અલ્પેશ ઠાકોર મોજમાં આવી ગયા છે. ઠાકોરસેના અને સ્થાનિક ભાજપી આગેવાનોએ રાજકીય ફીયાસ્કો ગણાવી વિધાનસભા ચુંટણી ઉપર કોઇ અસર થશે નહિ તેવો દાવો કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, કાર્યક્રમનો મોટો ખર્ચ સ્થાનિક ઠાકોર આગેવાન અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારે કર્યાની ચર્ચા વચ્ચે રાજકીય ગરમાવો વધી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code