આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગિરીશ જોશી, મહેસાણા  

રાધનપુર વિધાનસભામાં ભાજપના બે આગેવાનો વચ્ચે ટીકીટને મુદ્દે ચાલતી ચર્ચાને અંતે પુર્ણવિરામ આવ્યુ છે. રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરના નામો ચાલતા હોઇ અટલ સમાચારનો અહેવાલ સિધ્ધ થયો છે. વિવિધ માધ્યમોમાં ચાલેલા અન્ય નામો સામે હવે રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચુંટણી લડી શકે. જેથી પુર્વ તૈયારીના ભાગરૂપે દેવ ગામે સવારથી જ ધામા નાખી ઠાકોરસેના સાથે બેઠકનો દોર ધમધમી રહ્યો છે.

પાટણ જીલ્લાની સૌથી વધુ ચર્ચાસ્પદ રાધનપુર વિધાનસભા પેટાચુંટણીના ભાજપી ઉમેદવાર અલ્પેશ ઠાકોર હોઇ શકે. છેલ્લા કેટલાક સમયથી રાધનપુર માટે શંકર ચૌધરીનું નામ અગ્ર હરોળમાં હોવાના અહેવાલ વચ્ચે અટલ સમાચાર ડોટ કોમ દ્વારા અલ્પેશ ઠાકોરનું નામ દર્શાવવામાં આવ્યુ હતુ. આ સાથે 30 ઓગસ્ટે અલ્પેશ ઠાકોરની ચુંટણીલક્ષી બેઠક હોવાનો પણ અહેવાલ અટલ સમાચાર ડોટ કોમે રજૂ કર્યો હતો. જેના પગલે અલ્પેશ ઠાકોર 30 ઓગસ્ટે જ દેવ ગામે પહોંચી ગયા હતા.

ફરી એકવાર રાધનપુર વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપમાંથી ઉમેદવારી થવાની હોઇ અલ્પેશ ઠાકોરે પંથકના કાર્યકરો સાથે ચર્ચા શરૂ કરી છે. આજે સવારથી જ ઠાકોરસેનાના આગેવાનો, ભાજપી વિચારધારાના સરપંચો, સ્થાનિક ભાજપી આગેવાનો સહિતના દેવ ગામના રીસોર્ટ ઉપર પહોંચ્યા હતા. સુત્રોએ જણાવ્યુ હતુ કે, અલ્પેશે તમામને આગામી ચુંટણીને લઇ તડામાર તૈયારીમાં લાગી જવા તેમજ કોંગ્રેસને હરાવવા માટેની રણનિતિ શરૂ કરવા આહવાન કર્યુ છે. આ સાથે સ્થાનિકોના વિવિધ મંતવ્યો મેળવી ચુંટણીલક્ષી ગતિવિધિ શરૂ કરી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code