બ્રેકિંગ@રાધનપુર: ટીકીટ માટે એક જ સમાજના બે કોંગ્રેસી નેતા વચ્ચે મારામારી

અટલ સમાચાર, મહેસાણા આગામી દિવસોએ રાધનપુર વિધાનસભાની ચુંટણી આવતી હોઇ ટીકીટ માટે નેતાઓ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. આ દરમ્યાન અમદાવાદ કોંગ્રેસ ભવનમાં થયેલી બેઠકમાં એક જ સમાજના બે નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બંને નેતાઓએ પાર્ટી સમક્ષ ન્યાયની માંગ ઉપરાંત સમાજ સાથે મેદાનમાં ઉતરવાની ચિમકી આપતા સામાજીક ગરમાવો વધી
 
બ્રેકિંગ@રાધનપુર: ટીકીટ માટે એક જ સમાજના બે કોંગ્રેસી નેતા વચ્ચે મારામારી

અટલ સમાચાર, મહેસાણા

આગામી દિવસોએ રાધનપુર વિધાનસભાની ચુંટણી આવતી હોઇ ટીકીટ માટે નેતાઓ એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. આ દરમ્યાન અમદાવાદ કોંગ્રેસ ભવનમાં થયેલી બેઠકમાં એક જ સમાજના બે નેતાઓ વચ્ચે છુટ્ટાહાથની મારામારી થતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. બંને નેતાઓએ પાર્ટી સમક્ષ ન્યાયની માંગ ઉપરાંત સમાજ સાથે મેદાનમાં ઉતરવાની ચિમકી આપતા સામાજીક ગરમાવો વધી ગયો છે.

ઉત્તર ગુજરાતમાં ત્રણ પૈકી રાધનપુર વિધાનસભા બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસમાં સ્થાનિક દાવેદારો ઉપરાંત રધુ દેસાઇ અને લાલજી દેસાઇ વચ્ચે ટીકીટને લઇ કોલ્ડ વોર ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવનમાં થયેલી બેઠકમાં બંને નેતાઓ વચ્ચે યુધ્ધ શરૂ થઇ જતાં હડકંપ મચી ગયો છે. ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓની હાજરીમાં બે સિનીયર નેતાઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પદેશ કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.

કોંગ્રેસના મોવડીમંડળ અને દાવેદાર નેતાઓની બેઠક ચાલી રહી હતી, તે સમયે રાધનપુર બેઠકને લઈ કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ અને રઘુ દેસાઈ વચ્ચે બોલાચાલી થઈ હતી. જે અટકવાને બદલે છુટ્ટાહાથની મારામારીમાં પરિણમી હતી. ઘટના દરમ્યાન સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા અને ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ હાજર છતાં શિસ્તને બદલે આંતરિક ઝઘડો ચરમસીમાએ ગયો હતો.

બ્રેકિંગ@રાધનપુર: ટીકીટ માટે એક જ સમાજના બે કોંગ્રેસી નેતા વચ્ચે મારામારી

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર વિધાનસભા બેઠકના સૌથી વધુ રેસમાં ચાલતા રઘુ દેસાઇ છેલ્લા કેટલાક દિવસોથી લાલજી દેસાઇથી નારાજ છે. ગત દિવસે લાલજી દેસાઇએ પંથકની મુલાકાત લેતા રધુ દેસાઇને રાજકીય આશંકા ઉભી થઇ હતી. જેની નારાજગીમાં પોતાની ટિકીટ કપાવાની પેરવી સમજી રઘુ દેસાઇએ બેઠક દરમ્યાન લાલજી દેસાઇને જૂત્તુ મારી દીધુ હતુ. જેનાથી બેઠકમાં ઘડીભર કોલાહલ મચી ગયો હતો.