આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, રાધનપુર

કોરોનાને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાધનપુર તાલુકાના ગામે એકસાથે સાત લોકોને ફૂડપોઇઝનિંગ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં તમામ લોકોએ દેશી મધ આરોગ્ય બાદ તેમની તબિયત લથડી હતી. જેને લઇ તાત્કાલિક તમામ સાત લોકોને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે બાદમા 4 બાળકોને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના રાઘનપુર તાલુકાના કામલપુર ગામે એકસાથે સાત લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. બપોરના સમયે દેશી મધ આરોગ્યા બાદ તમામ સાત લોકોને તબિયત લથડી હતી. સ્થાનિકો અને પરિવારજનો દ્રારા તાત્કાલિક અસરથી તમામને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ચાર બાળકોને વધુ સારવારની જરૂર હોઇ ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code