આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, પાટણ

રાધનપુર શહેરમાં દબાણ હટાવ કામગીરી સામે તબક્કાવાર બેઠકો વધી ગઈ છે. જેમાં ધારાસભ્યના અગાઉના વિડીયો બાદ સૌથી મોટી વાત સામે આવી છે. જિલ્લા કક્ષાના ધ્વજવંદનમાં ઘર્ષણ થશે તેવી ચેતવણી આપી છે. ચીફ ઓફિસરની કાયદેસરની કાર્યવાહીને લઇ વહીવટી અને રાજકીય ઘમાસાણ વધી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાની રાધનપુર પાલિકા દ્વારા મુખ્ય બજારમાં દબાણ દૂર કર્યા બાદ ભલામણો અને રજૂઆતો અત્યંત વધી ગઈ છે. જેથી પાલિકાના સત્તાધીશો સાથે ધારાસભ્ય દ્વારા પણ ચીફ ઓફિસરને જણાવાયું હતું. જોકે મહિલા ચીફ ઓફિસર નહિ માનતા મામલો સંભવિત ઘર્ષણ સુધી પહોંચી ગયો છે. દબાણકારો સાથેની જાહેર ચર્ચામાં ધારાસભ્ય રઘુ દેસાઈએ વહીવટીતંત્ર સહિત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને ચેતવણી આપી દેતાં ચકચાર મચી ગઇ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈએ આગામી પ્રજાસત્તાક પર્વમાં દબાણ હટાવ મુદ્દે ઘર્ષણ થશે તો જવાબદારી તમારી રહેશે. દબાણકારો માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ધંધા રોજગાર યથાવત રાખવા પાલિકાના કોંગી નગરસેવકોને પણ ઠરાવ કરવા આદેશ કર્યો છે. આવી સ્થિતિ વચ્ચે રાધનપુર શહેરમાં વહીવટી અને રાજકીય ટકરાવ શાંત પડવાને બદલે ચરમસીમાએ જઇ રહ્યો છે. સમગ્ર મામલે ચીફ ઓફિસર અને નગરસેવકોનો તાલમેલ ખોરવાતાં વહીવટી ભવિષ્ય સામે સવાલો ઉભા થયા છે.

26 May 2020, 1:32 AM (GMT)

COVID-19 Global Stats

5,587,110 Total Cases
347,859 Death Cases
2,365,596 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code