બ્રેકિંગ@રાધનપુર: કોંગ્રેસ આગેવાનના ઘેર રાત્રે પોલીસ ત્રાટકી, જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, રાધનપુર રાધનપુર શહેરમાં સ્થાનિક કોંગ્રેસ આગેવાનના ઘેર ગત રાત્રે પોલીસે રેડ કરી હતી. જેમાં મહિલા નગરસેવકના પરિવારના જુગાર રમતાં ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ કોંગી નગરસેવકના ભાઇ સહિત 16 જુગારી વિરુદ્ધ રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રેડ દરમ્યાન ભારે દોડધામની વચ્ચે ધારાસભ્યની ચુંટણીના પૂર્વ ઉમેદવાર બચી ગયા હતા. પાટણ જિલ્લાના
 
બ્રેકિંગ@રાધનપુર: કોંગ્રેસ આગેવાનના ઘેર રાત્રે પોલીસ ત્રાટકી, જુગારીઓ ઝબ્બે

અટલ સમાચાર, રાધનપુર

રાધનપુર શહેરમાં સ્થાનિક કોંગ્રેસ આગેવાનના ઘેર ગત રાત્રે પોલીસે રેડ કરી હતી. જેમાં મહિલા નગરસેવકના પરિવારના જુગાર રમતાં ઝડપાઇ જતાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ કોંગી નગરસેવકના ભાઇ સહિત 16 જુગારી વિરુદ્ધ રાધનપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રેડ દરમ્યાન ભારે દોડધામની વચ્ચે ધારાસભ્યની ચુંટણીના પૂર્વ ઉમેદવાર બચી ગયા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં પોલીસે બાતમી આધારે જુગારની રેડ કરી હતી. જેમાં પાલિકામાં કોંગી કોર્પોરેટર અને બાંધકામ સમિતિ ચેરમેન મિનાબેન મકવાણાના દિયર શંકર મકવાણા સહિત 15 જુગારી ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન ગત વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર સુભાષભાઈ મકવાણા બચી જવામાં સફળ રહ્યા હતા. રાત્રે પોલીસની રેડ બાદ રાહત માટે કોંગી આગેવાનોએ મોટા માથાઓને ફોન કરી મથામણ આદરી હતી.

join to atalsamachar Group

સૂત્રોએ જણાવ્યું હતું કે, રાધનપુર પોલીસે શંકર લાખાભાઇ મકવાણાના ઘેર જુગારની રેડ કર્યા બાદ રોકડ રકમ 65,620, મોબાઇલ અને મોટર સાઇલ સહિત 1,45,620 નો મુદ્દામાલ કબ્બઝે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોએ કોંગ્રેસી આગેવાન દારૂના કેસમાં ઝડપાઇ ગયા બાદ ગણતરીના કલાકોમાં બીજા કોંગ્રેસી આગેવાન ગંભીર કેસમાં ઝડપાઇ જતાં અનેક સવાલો ઉભા થયા છે.

ઝડપાયેલ જુગારીઓના નામ

1 શંકર લાખાભાઇ મકવાણા
2 જયેશ મોહનભાઇ મકવાણા
3 અલ્તાફ ફકીર મહંમદ શેખ
4 રાકેશ લાખાભાઇ મકવાણા
5 ચતુર લવજીભાઇ મકવાણા
6 ફકીર ગુલમહંમદ શેખ
7 અલ્તાફ જુમ્માખાન પઠાણ
8 સુનિલ રામાભાઇ ઠાકોર
9 બાબુ શિવાભાઇ પરમાર
10 બાબુ ભોજાભાઇ પરમાર
11 મોહન તેજાભાઇ પંડ્યા
12 મહેશ રામચંદ સોલંકી
13 ભેમા તુલસીભાઇ ઠાકોર
14 જીવણ લાખાભાઇ મકવાણા
15 ભેમા વાઘાભાઇ રબારી

રાધનપુર શહેર કોંગ્રેસ માટે કપરો સમય

રાધનપુર શહેર કોંગ્રેસ એક આગેવાન અગાઉ દારૂમાં ઝડપાઇ ગયા બાદ બીજા જુગારમાં આરોપી બન્યાં છે. આ સાથે પાલિકામાં સત્તાધિન કોંગી નગરસેવકો વચ્ચે આક્ષેપો અને આંતરિક નારાજગી ચરમસીમાએ પહોંચી છે. આવી સ્થિતિમાં શહેર કોંગ્રેસ માટે વિધાનસભા ચૂંટણી બાદ કપરો સમય સામે આવ્યો છે.