આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ગિરીશ જોશી

રાધનપુર પાલિકામાં સત્તાધીન કોંગ્રેસના નગરસેવકો વચ્ચે સત્તાની સાઠમારી બની હોવાનું સામે આવ્યુ છે. બાંધકામ કમિટી ચેરમેન વિરૂધ્ધ કોંગ્રેસના જ નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા રાજકીય હડકંપ મચી ગયો છે. પાલિકાના 3 મહિલા અને 3 પુરૂષ નગરસેવકોએ મીનાબેન મકવાણાને પદ પરથી દુર કરવા કવાયત હાથ ધરી છે. જેથી કોંગી નગરસેવકોમાં ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. આ તરફ ભાજપમાં આનંદ ઉઠાવવાની તક આવી છે.

પાટણ જીલ્લાની રાધનપુર પાલિકામાં કોંગ્રેસની સત્તા બાદ સૌપ્રથમ વાર નગરસેવકો વચ્ચે નારાજગી હોવાનું સ્પષ્ટ થયુ છે. પાલિકામાં બાંધકામ કમિટી ચેરમેન વિરૂધ્ધ છેલ્લા કેટલાય સમયથી ચાલતી ગતિવિધિને અંતે અવિશ્વાસની દરખાસ્ત આપી છે. બાંધકામ શાખાના કામોમાં ટેન્ડરથી માંડી ચુકવણા સુધીની પ્રક્રીયામાં અવાર-નવાર નગરસેવકો વચ્ચે ખેંચતાણ રહી છે. જેમાં નારાજ કોંગી નગરસેવકો પાર્ટીના જ આગેવાનો સામે જંગે ચડ્યા છે.

drda inside meter add

સુત્રોએ જણાવ્યુ હતુ કે, રાધનપુર વિધાનસભાની આગામી દિવસોએ પેટાચુંટણી આવતી હોઇ હજુ ગત શનિવારે જ સંગઠનની બેઠક મળી હતી. બેઠકના બીજા જ દિવસે કોંગી નગરસેવકો વચ્ચે દાવપેચ શરૂ થતા નેતાગીરી સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે પાલિકામાં ભાજપી નગરસેવકો કોંગ્રેસના આંતરિક વિખવાદને લઇ રાજકીય આંનદ લુંટી રહ્યા છે. અવિશ્વાસને પગલે કોંગી સંગઠન માટે વિધાનસભા પહેલા પાલિકાનું લેશન આવ્યુ છે.

બે કમિટી ચેરમેન બાંધકામ ચેરમેન સામે નારાજ

અવિશ્વાસની દરખાસ્ત આપનાર છ પૈકી બે નગરસેવક પણ કમિટી ચેરમેન છે. જેમાં હરદાસભાઇ આયર પાલિકામાં સેનેટરી કમિટી ચેરમેન જયારે શ્રીમાળી સવિતાબેન આરોગ્ય કમિટી ચેરમેન છે. બંને નગરસેવકોને બાંધકામ કમિટી ચેરમેન સાથે તાલમેલમાં અભાવ હોવાથી નારાજ હોવાનું મનાય છે.

કેટલીક સહી ખોટી હોવાની ચર્ચા

બાંધકામ કમિટી ચેરમેન વિરૂધ્ધની દરખાસ્તમાં કેટલાક નગરસેવકોની સહી શંકાસ્પદ બની છે. ખાસ કરીને અંગુઠાવાળી સહી સામે ખરાઇ જરૂરી હોવાની ચર્ચા વચ્ચે રાધનપુર શહેરમાં વગર ચુંટણીએ રાજકીય ગરમાવો આવી ગયો છે. બાંધકામ કમિટી ચેરમેન અને તેમના પતિ 6 નગરસેવકોની નારાજગીને લઇ રાજકીય કવાયતમાં લાગ્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code