બ્રેકિંગ@રાધનપુર: 12 હજાર ભરેલું પાકીટ ચોરી કરતા ટાબરીયો રંગેહાથ ઝડપાયો
અટલ સમાચાર, રાધનપુર રાધનપુરની બજારમાં પૈસા ભરેલું પાકીટ ચોરતા ટાબરીયો રંગેહાથ ઝડપાઇ ગયો છે. સ્થાનિક ખેડૂતની પાકીટ ચોરતા ઝડપાયેલા ટાબરીયાને સ્થાનિકોએ મેથીપાક ચખાડી અને પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસે ખેડૂતની ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, આવા ટાબરીયાઓ લગ્ન પ્રસંગે પણ ચોરી કરી ફરાર થઇ જતા હોય છે. અટલ
Feb 17, 2020, 15:39 IST

અટલ સમાચાર, રાધનપુર
રાધનપુરની બજારમાં પૈસા ભરેલું પાકીટ ચોરતા ટાબરીયો રંગેહાથ ઝડપાઇ ગયો છે. સ્થાનિક ખેડૂતની પાકીટ ચોરતા ઝડપાયેલા ટાબરીયાને સ્થાનિકોએ મેથીપાક ચખાડી અને પોલીસને હવાલે કર્યો છે. સમગ્ર મામલે રાધનપુર પોલીસે ખેડૂતની ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે, આવા ટાબરીયાઓ લગ્ન પ્રસંગે પણ ચોરી કરી ફરાર થઇ જતા હોય છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરના લાલબાગ પાસે પાકીટ ચોરતા ટાબરીયો ઝડપાયો છે. સ્થાનિક ખેડૂત કામ અર્થે બજારમાં 12 હજાર રૂપિયા ભરેલું પાકીટ લઇ આવ્યા હતા. આ દરમ્યાન ટાબરીયાએ પાકીટ લઇ ભાગવાનો પ્રયાસ કરતા તે આબાદ ઝડપાઇ ગયો હતો. જેથી સ્થાનિકોએ તેને મેથીપાક ચખાડી અને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. હાલ આ મામલે રાધનપુર પોલીસે ખેડૂતની ફરીયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.