આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,રાધનપુર

રાધનપુર પાલિકામાં સત્તાધિન કોંગ્રેસી કોર્પોરેટરના પતિ જુગારકેસમાં ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો છે. રાધનુપર પોલીસે બાતમી આધારે રેડ કરતા નગરસેવિકાના પતિના ઘરે જુગાર રમતા ઝડપાઇ ગયા છે. પોલીસે સ્થળ પરથી કોર્પોરેટરના પતિ ગોવાભાઇ જીવાભાઇ ભરવાડ સહિત ત્રણ આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા છે. આ દરમ્યાન કુલ 11,140નો મુદ્દામાલ ઝડપી જુગારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

પાટણ જીલ્લાની રાધનપુર નગરપાલિકાના મહિલા કોર્પોરેટર ટાંકુબેન ભરવાડના પતિ ગોવાભાઇ જીવાભાઇ ભરવાડને ત્યાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આથી રાધનપુર પોલીસના નરપતદાન પ્રભુદાન, મિઝામખાન સુવાદખાન, લક્ષ્મણભાઇ પેથાભાઇ, મુકેશ ખુબાજી, વિરમભાઇ જેસંગભાઇ અને મહેશભાઇ બચુભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન રાધનપુર ટાવરની પાછળ, ખજુરી શેરીમાં ભરવાડ ગોવાભાઇ જીવાભાઇ પોતાના કબજાના મકાનમાં ખુલ્લા આંગણામાં માણસો ભેગા કરી તીનપત્તિનો જુગાર રમાડતા હોવાની બાતમી મળી હતી.

File Photo

આથી રાધનપુર પોલીસની ટીમે પંચો સાથે રેડ કરતા સદરી ઇસમો કુંડાળુ વળી જુગાર રમતા આબાદ ઝડપાઇ ગયા હતા. આ દરમ્યાન પંચો સાથે પોલીસે પુછપરછ કરતા ગોવાભાઇ જીવાભાઇ રામશીભાઇ ભરવાડ, બાબુભાઇ રામાભાઇ ઓખાભાઇ ભરવાડ અને ત્રીજા વ્યક્તિ જોષી અનિલભાઇ ચંદ્રશંકર પકડાઇ ગયા હતા. આથી પોલીસે રોકડ રકમ 10,140 અને મોબાઇલ મળી 11,140નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 12 મુજબ ધોરણસર ફરીયાદ દાખલ કરી છે. ફરીયાદને પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code