આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ચાણસ્મા

ચાણસ્મા અને પાટણ પંથકમાં છેલ્લા બે કલાકથી અવિરત વરસાદ ચાલુ છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા, પીંપળ, લણવા, રૂપપુર સહિતના વિસ્તારોમાં વરસાદી મોસમ જામી છે. ભારે વરસાદથી થોડાક દિવસ પહેલા રીપેર કરેલો હાઇવે માર્ગ ફરી બિસ્માર થઇ જવાની સ્થિતિએ છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોને પગલે ધોધમાર વરસાદથી ફરી એકવાર ચાણસ્મા અને પાટણમાં મેઘમહેર બની છે.

પાટણ અને ચાણસ્મા પંથકમાં હવામાન વિભાગની આગાહી મુજબ શનિવારે બપોર બાદ ભારે વરસાદ આવ્યો છે. ચાણસ્મા અને પાટણના નીચાણવાળા વિસ્તારોમાં ગણતરીના કલાકોમાં પાણી ભરાઇ ગયા છે. આ સાથે ચાણસ્મા અને પાટણ હાઇવે પર વરસાદને પગલે ફરી એકવાર જર્જરીત થઇ જવાની નોબત બનતા વાહનચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાણસ્મા-પાટણ-મહેસાણા હાઇવે પર મસમોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

swaminarayan

28 Sep 2020, 3:22 AM (GMT)

COVID-19 Global Stats

33,304,666 Total Cases
1,002,389 Death Cases
24,634,298 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code