બ્રેકિંગ: ઉત્તર ગુજરાતમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ, ઘરોમાં અંધારપટ

અટલ સમાચાર, મહેસાણા સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડું આવે તે પહેલાં ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જેનાથી શહેરો અને ગામડાઓમાં અંધારપટ છવાયો છે. આ સાથે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. લોકો તાત્કાલિક નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘેર રવાના થઈ રહ્યા છે. બુધવારે મોડી સાંજે 7:30 બાદ ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની
 
બ્રેકિંગ: ઉત્તર ગુજરાતમાં મોડી સાંજે વાવાઝોડા સાથે વરસાદ, ઘરોમાં અંધારપટ

અટલ સમાચાર, મહેસાણા

સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડું આવે તે પહેલાં ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે. જેનાથી શહેરો અને ગામડાઓમાં અંધારપટ છવાયો છે. આ સાથે વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. લોકો તાત્કાલિક નોકરી કે વ્યવસાયના સ્થળેથી ઘેર રવાના થઈ રહ્યા છે.

બુધવારે મોડી સાંજે 7:30 બાદ ઉત્તર ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળની ડમરી સાથે વાયુ વાવાઝોડાની અસર સામે આવી છે. ભારે પવન બાદ વરસાદ શરૂ થયો છે. પવનની ગતિ એકદમ વધી જતાં લોકોમાં દોડધામ મચી ગઇ છે. લાઈટો બંધ થતાં ઘરોમાં અંધારપટ છવાઇ ગયો અને ધૂળ ભરાઇ જતાં કોલાહલ મચી ગયો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરાવલી સહિતના જિલ્લાઓમાં પવનની તીવ્રતા એકદમ વધી જતાં કેટલાક સ્થળોએ પતરા ઉડી ગયા હતા. વાયુ વાવાઝોડાની અસરને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાયઝન અધિકારીઓની ટીમ તૈયાર કરી સ્ટેન્ડ ટુ ના આદેશ આપી દેવામાં આવ્યા છે.