આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, અરવલ્લી

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે અરવલ્લી જીલ્લાની બોર્ડર પર પોલીસે નો-એન્ટ્રીના બોર્ડ મારી દેતા વતન જતા પરપ્રાંતિયો અટવાયા છે. રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે હજારો મુસાફરોનો પ્રવેશ અધ્ધરતાલ બન્યો છે. રાજસ્થાન સરકારે આજે અચાનક પલટી મારી અને પોતાના અને બહારના રાજ્યના લોકોને અરવલ્લી બોર્ડર પરથી પ્રવેશ આપવાનું બંધ કરી દેતા મોટી માથાકૂટ સર્જાઇ હતી. બોર્ડર પર વાહનની લાંબી લાઇનો લાગેલી છે. ઉનાળામાં 43 ડિગ્રી ગરમીમાં લોકો બોર્ડર પર શેકાઇ રહ્યા છે.

અરવલ્લી જીલ્લામાં આવેલી રતનપુર-રાજસ્થાન બોર્ડર પરથી વતન જતા લોકો અટવાયા છે. સુરતથી લઈને રાજસ્થાન બોર્ડર સુધી અને કચ્છથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર સુધી ઠેરઠેર પરપ્રાંતીયો વાહનોમાં અને વિશેષ રેલગાડીઓમાં વતન ભણી ચાલ્યા છે. જોકે રાજસ્થાન સરકારે અચાનક પલટી મારી હોય તેમ પોતાના અને બહારના રાજ્યના લોકોને અરવલ્લી બોર્ડર પરથી પ્રવેશ આપવાનું બંધ કરી દેતા મોટી માથકૂટ સર્જાઈ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અરવલ્લી બોર્ડર પર પરપ્રાંતીયોના ટોળેને ટોળા વળ્યા છે. ગાડીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. પોલીસે સરકારની પરવાનગીનું બહાનું આપીને જાણે લોકોને રીતસરના રઝળાવી દીધા હોય તેવો માહોલ છે. અહીંયા વાહનોની કતારોમાં અટવાયેલા લોકો 43 ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા છે. આ લોકો પોતાના વતનમાં જવા માંગે છે. પોલીસ કહી રહી છે કે સરકારે 6 મે પછીના પાસધારક વાહનના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.

રતનપુર-રાજસ્થાન બોર્ડર પર સરકાર પાસધારકને પ્રવેશ નથી આપી રહી અને પોલીસ કારણ પણ સ્પષ્ટ નથી કરી રહી. હાલમાં તો રોડની બંને બાજુ માંડવા બાંધી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ઉમટેલા પરપ્રાંતિય વર્ગ લાચાર છે. તેમની પાસે ભોજન નથી કે પીવાના પાણીના પણ ફાંફા છે. અટવાયેલા યાત્રિકો વહેલીતકે પોતાના વતનમાં પહોંચવા માંગે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code