આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

સવારના 9:30 વાગ્યાની સ્થિતિમાં સૌથી મોટા સંકેત આવ્યા છે તે મુજબ કેન્દ્રમાં ફરી એકવાર NDA સરકારમાં આવી શકે છે. એટલે કે, ભાજપ અને સાથી પક્ષોના વડપણ હેઠળ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસના નેતાઓ આશા વચ્ચે ગમગીન બની ગયા છે.

આંકડાની માયાજાળમાં ભાજપ અને સાથી પક્ષો અત્યારે 272 નો જાદુઈ આંકડો વટાવી રહ્યા છે. સૌથી મહત્વની બાબત એવી છે કે, કોંગ્રેસ કરતાં અન્ય પક્ષો અને મહા ગઠબંધન વધારે સીટ ઉપર આગળ ચાલી રહ્યા છે. જેનાથી બપોર બાદના અંદાજ મુજબ સૌથી મોટો પક્ષ ભાજપ અને સાથી પક્ષો સાથે સરકાર બનાવવા દાવો કરશે.

મતગણતરીમાં ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.  તેને લઇ કોંગ્રેસના તાલુકા અને જિલ્લા કાર્યાલયથી માંડી હેડ ક્વાર્ટરમાં માયુસી વધી છે. કોંગ્રેસ અને સાથી પક્ષો સરકાર બનાવે તેવી શક્યતા નહિવત્ હોવાથી ભાજપ દ્વારા દેશભરમાં ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મહા ગઠબંધન અને નાના પક્ષો બીજા નંબરે આવે તેવી સંભાવનાને પગલે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી જાદુઈ આંકડો મળે તેવી આશાએ મુંઝવણમાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે, સાંજ સુધીમાં 272 નો આંકડો કોના પક્ષમાં આવે તેના કરતાં સૌથી મોટો પક્ષ ભાજપ આવે તો કેન્દ્રમાં ફરી એકવાર NDAની સરકાર આવે તે નક્કી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code