બ્રેકિંગ@સાબરકાંઠા: બીજો ગેંગરેપ, અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મનો બીજો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર પંથકની ઘટના બાદ ખેડબ્રહ્મા તાલુકામાં બળાત્કાર થયાનું સામે આવ્યું છે. પિડીતાનુ અપહરણ બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું છે. ફરીયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ખેડબ્રહ્માના ખેરોજ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં કિશોરી ઉપર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. બાઈક
 
બ્રેકિંગ@સાબરકાંઠા: બીજો ગેંગરેપ, અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જિલ્લામાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મનો બીજો બનાવ સામે આવ્યો છે. હિંમતનગર પંથકની ઘટના બાદ ખેડબ્રહ્મા તાલુકામાં બળાત્કાર થયાનું સામે આવ્યું છે. પિડીતાનુ અપહરણ બે આરોપીઓએ દુષ્કર્મ આચર્યું છે. ફરીયાદને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ખેડબ્રહ્માના ખેરોજ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં કિશોરી ઉપર ગેંગરેપ થયાની ઘટના સામે આવી છે. બાઈક પર અપહરણ કરી આરોપીઓ ખેતરમાં પહોંચી ગયા હતા. જ્યાં કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારી બંને આરોપી ફરાર થઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક પરિવાર યુવકના સંપર્કમાં આવતા સૌપ્રથમ વિશ્વાસ કેળવ્યો હતો. કેટલાક દિવસોના પરિચય બાદ યુવકે બળજબરી પૂર્વક કિશોરીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં બે આરોપીઓએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ આરોપીઓ ફરાર થયા હતા જ્યારે સગીરાને ખેડબ્રહ્મા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.