બ્રેકિંગ@સાબરકાંઠા: દૂધસંઘના ચેરમેન મહેશ પટેલની પીછેહટ, છ મહિને રાજીનામું

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ) સાબરકાંઠા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. નિમણુંક થઇ ત્યારથી વિવાદો અને મુશ્કેલીઓને અંતે ચેરમેનની વરણી હાઇકોર્ટ પહોંચી હતી. જેમાં કોર્ટ કાર્યવાહી ચાલુ દરમ્યાન ચેરમેન મહેશ પટેલે પીછેહટ કરી છે. છ મહિનાને અંતે ચેરમેન પદેથી રાજીનામું આપતા સંઘનો વહીવટ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો છે. મહેશ પટેલે અંગત
 
બ્રેકિંગ@સાબરકાંઠા: દૂધસંઘના ચેરમેન મહેશ પટેલની પીછેહટ, છ મહિને રાજીનામું

અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

સાબરકાંઠા જીલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. નિમણુંક થઇ ત્યારથી વિવાદો અને મુશ્કેલીઓને અંતે ચેરમેનની વરણી હાઇકોર્ટ પહોંચી હતી. જેમાં કોર્ટ કાર્યવાહી ચાલુ દરમ્યાન ચેરમેન મહેશ પટેલે પીછેહટ કરી છે. છ મહિનાને અંતે ચેરમેન પદેથી રાજીનામું આપતા સંઘનો વહીવટ વાઇસ ચેરમેનને સોંપવામાં આવ્યો છે. મહેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યાનું દર્શાવ્યુ છતાં રાજકીય ગતિવિધિ ગરમાઇ છે.

બ્રેકિંગ@સાબરકાંઠા: દૂધસંઘના ચેરમેન મહેશ પટેલની પીછેહટ, છ મહિને રાજીનામુંઉત્તર ગુજરાતના સાબરકાંઠા દૂધસંઘમાં ભાજપના નેતાઓ વચ્ચે આંતરીક રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી છે. તાજેતરમાં દૂધસંઘની ચુંટણી બાદ છેલ્લી ઘડીએ જેઠા પટેલ ચેરમેન બનતા રહી ગયા હતા. ચુંટણીમાં પેનલથી માંડી સમગ્ર દાવપેચ તૈયાર કરી મહત્વની ભુમિકા ભજવનાર મહેશ પટેલ ચેરમેન બની સર્વેસર્વા થઇ ગયા હતા. ડિરેક્ટર હોવાના સવાલોને લઇ ચેરમેનની નિમણુંકનો વિવાદ છેવટે હાઇકોર્ટ સુધી ગયો હતો.

સાબર દૂધ સંઘના ચેરમેન મહેશ પટેલની નિયુક્તિ સામે મામલો હાઇકોર્ટમાં ચાલુ છે. આ દરમ્યાન અચાનક મંગળવારે મહેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી પીછેહટ કરી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, નિમણુંકના માત્ર છ મહિનામાં મહેશ પટેલનો કાર્યકાળ સમેટાઇ ગયો છે. આથી ચેરમેનનો ચાર્જ હાલ પુરતો વાઇસ ચેરમેનને આપી દેવાયો છે. ઉલ્લેખનિય છે કે, જેઠા પટેલ અને મહેશ પટેલ બંને ભાજપની વિચારધારા ધરાવતા હોઇ મામલો છેલ્લા કેટલાક સમયથી જીલ્લા ભાજપથી માંડી પ્રદેશ ભાજપ સુધી ચર્ચાના અને મંથનના ચકડોળે ચડેલો છે.