આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સાંતલપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે સેવા આપનારા લોકો ઉપર હુમલાની ઘટનાઓ રોકાવાનું નામ નથી લઇ રહી. આજે સિધ્ધુપર પોલીસના પીઆઇ ઉપર હુમલાની ઘટનાના ગણતરીના કલાકોમાં સાંતલપુરમાં હુમલાની ઘટના સામે આવી છે. તાલુકાના ગામે લોકડાઉનમાં સેવા આપતા બે લોકો ઉપર ગામના લોકોએ ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરતા ખળભળાટ મચી ગયો છે. ઘટનામાં ગંભીર ઇજાઓને કારણે તાત્કાલિક અસરથી બંને લોકોને સારવાર અર્થે પહેલા સાંતલપુર આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે લોકડાઉનમાં સેવા આપનારા બે લોકો ઉપર હુમલાની ઘટના સામે આવી છે. લોકડાઉનને લઇ ગ્રામ પંચાયત દ્રારા ગામના બે લોકોને સેવા આપવા માટે અને લોકડાઉનની કડક અમલવારી માટે નિમણુંક કરાઇ હતી. જોકે આજે ગામમાં ક્રીકેટ રમતા લોકોને રોકવા સુચન કરતા ગામના ઇસમોએ આ બંને વ્યક્તિઓ ઉપર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં બંને લોકોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે સાંતલપુર બાદ ધારપુર ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બે દિવસમાં ઉત્તર ગુજરાતમાં લોકડાઉનમાં ફરજ બજાવતા કર્મચારીઓ ઉપર હુમલાની ત્રણ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગઇકાલે વિજાપુર મામલતદાર સહિતના ઉપર હુમલો, આજે સિધ્ધપુર પોલીસના પીઆઇ ઉપર અને હવે લોકડાઉનમાં સેવા આપતા બે લોકો ઉપર હુમલો થયો છે. સાંતલપુર તાલુકાના ફાંગલી ગામની ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code