બ્રેકિંગ@સાંતલપુર: શોર્ટસર્કિટથી વાડામાં આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ

અટલ સમાચાર,સાંતલપુર લોકડાઉન વચ્ચે સાંતલપુર તાલુકાના ગામે ઘાસના વાડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે અચાનક વાડામાં આગ લાગતા મોટી માત્રામાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી સ્થાનિક ખેડૂતોને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ટ્રેક્ટરોમાં પાણી ભરીને આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગ લાગવાથી અંદાજીત
 
બ્રેકિંગ@સાંતલપુર: શોર્ટસર્કિટથી વાડામાં આગ લાગતાં ઘાસચારો બળીને ખાખ

અટલ સમાચાર,સાંતલપુર

લોકડાઉન વચ્ચે સાંતલપુર તાલુકાના ગામે ઘાસના વાડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આજે બપોરના સમયે અચાનક વાડામાં આગ લાગતા મોટી માત્રામાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનાને લઇ તાત્કાલિક અસરથી સ્થાનિક ખેડૂતોને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ખેડૂતોએ ટ્રેક્ટરોમાં પાણી ભરીને આગ બુઝાવવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આગ લાગવાથી અંદાજીત ત્રણ લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે ઘાસના વાડામાં આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ-સર્કિટીને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. ચાર ખેડૂતોના વાડામાં આગ લાગતાં ૧૫ હજાર પૂળા બળીને ખાખ થઇ ગયા હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘટનાને લઇ સ્થાનિક ખેડૂતોએ ટ્રેક્ટરમાં પાણી ભરી આગ બુઝાવવા કવાયત હાથ ધરી હતી. આગની ઘટનામા અંદાજીત ત્રણ લાખથી વધુનું નુકશાન થયુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. ઘાસચારો બળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.