આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

પાટીદાર અનામત આંદોલન સમિતિમાં હાર્દિક પટેલ પછી નંબર ટુનું સ્થાન ધરાવતા અને પાસના પૂર્વ અગ્રણી નેતા દિનેશ બાંભણિયાને સેશન્સ કોર્ટે ઝટકો આપ્યો છે. દિનેશ બાંમણિયાએ રાજદ્રોહ કેસમાંથી મુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જોકે બાંભણિયાની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી દેતા તેમને ઝટકો મળ્યો છે.

ર૦૧૫માં થયેલ પાટીદાર અનામત આંદોલન બાદ પાસ કમિટીમાં મહત્વનું સ્થાન ધરાવતા દિનેશ બાંમણિયાને કોર્ટે ઝટકો આપ્યો છે. મહત્વનું છે કે, દિનેશ બાંભણિયાએ પાસ અને પોતાના સાથી હાર્દિક પટેલ સાથે દગો કરીને પાટીદાર યુવાનો સાથે દ્રોહ કરતાં તેમની સામે આંગળી ચીંધાઈ રહી છે. પરંતુ આ પહેલા પાટિદાર અનામત આંદોલન દરમિયાન ગણા પાટીદાર અગ્રણીઓ વિરૂદ્ધ રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો.

File

હાલમાં પણ કેટલાક લોકો પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. જેમાથી એક દિનેશ બાંભણિયા પણ છે. રાજદ્રોહ કેસ મામલે દિનેશ બાંભણિયાને હાલમાં ઝટકો વાગ્યો છે. બાંભણિયાની ડિસ્ચાર્જ અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. અને આથી દિનેશ બાંભાણિયાને સેશન્સ કોર્ટનો ઝટકો લાગ્યો છે. તમને જણાવી દઇએ કે, રાજદ્રોહ કેસમાંથી મુક્ત થવા દિનેશ બાંભણિયાએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉલ્લેખનિય છે કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીના આગલા દિવસે જ પાસનો એક આગેવાન, હાર્દિક પટેલના ખાસ સાથી દિનેશ બાંભણિયાએ પાસ-હાર્દિક સાથે છેડો ફાડયો હતો અને હાર્દિકના અને કોંગ્રેસના વિરોધમાં નિવેદનો કરી પાટીદારોની અનામત માટે લડતી સંસ્થા પાસ, હાર્દિક અને પાટીદારો સાથે દ્રોહ કરીને દેખીતી રીતે ભાજપે તૈયાર કરેલી સ્ક્રિપ્ટ બોલવા લાગતાં દિનેશ અંગે જાતજાતની ચર્ચા શરૂ થઈ ગઈ હતી.

25 May 2020, 9:11 AM (GMT)

COVID-19 Global Stats

5,516,717 Total Cases
346,949 Death Cases
2,310,143 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code