આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,સિદ્ધપુર

કોરોના વાયરસને લઇ લોકડાઉનની સ્થિતિ વચ્ચે જાહેરનામાનો ભંગ કરનાર ઇસમે પીઆઇ ઉપર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. લોકડાઉનમાં સરકારી કાર્યવાહી સામે આરોપી ઇસમે બેફામ સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પીઆઇને ધક્કો મારતા હુમલો કર્યો હતો. ઘટનામાં પીઆઇને માથાના ભાગે ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરના ઇસમ સામે પોલીસે 188 મુજબ ફરીયાદ દાખલ કરી હતી. જોકે આરોપીના પિતાએ આ બાબતે પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો. જેથી પી.આઇ. વી.એન.મહિડાએ તેમને સમજાવતા ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. જેમાં પી.આઇ.ને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનમાં પોલીસ, આરોગ્યકર્મી અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપર હુમલાના બનાવો વધી રહ્યા છે. આ તરફ આજે સિધ્ધપુરમાં પી.આઇ. ઉપર હુમલાની જાણ થતાં પાટણ જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા તેમજ એસઓજી, એલસીબી સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. હુમલો કરનારા ઇસમને ઝડપી પાડવા માટે તમામ હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે. જોકે હુમલાખોર વ્યક્તિ નહિ ઝડપાતા તેમના બંને દીકરાઓને પકડી લાવી પુછપરછ હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યુ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code