આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, સિધ્ધપુર

સિધ્ધપુર તાલુકાના ગામમાં કોરોના ઘૂસી જતાં સૌથી મોટી દોડધામ મચી ગઇ છે. નેદરા ગામમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવાથી મોટી કાર્યવાહી થઈ છે. એક ચકલું પણ બહાર ન ફરકે તેમ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે. અત્યંત જરૂરી કામ સિવાય ઘરના દરવાજાની બહાર પગ મૂકવો પ્રતિબંધિત થયો છે. ટીમ દ્વારા આખા ગામને બે વાર સેનિટાઇઝ કર્યું છે. આ સાથે જરૂર લાગશે તો ઘેર ઘેરથી સેમ્પલ લેવાઇ શકે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના નેદરા ગામમાં સૌથી મોટો ફફડાટ વ્યાપી ગયો છે. આજે ફરી બે કેસ પોઝીટીવ આવતાં એક જ ગામમાં કુલ 12 વ્યક્તિ કોરોના અસરગ્રસ્ત બન્યા છે. પોઝીટીવ રીપોર્ટ આવ્યા પહેલાં ગામમાં ચેપનો ફેલાવો થયો હોવાની આશંકાને પગલે હવે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગામ લોકોને દૂધ અને અનાજ પણ ઘેર બેઠા આપવાની તૈયારી કરી છે. આ સાથે તાલુકાના 20 ગામોના 38 હજારથી વધુ લોકોની આરોગ્ય ચકાસણી કરી તાવ, શરદી અને ખાંસી ધરાવતા દર્દી શોધી લેવાયા છે. જો હવે કેસ વધે તો આગામી સોમવારથી દરેક ઘેરથી સેમ્પલ લેવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સિધ્ધપુર શહેર અને નેદરા ગામમાં જિલ્લા તંત્રએ મોટી કવાયત હાથ ધરી છે. તમામ ગામોમાં કન્ટેઈનમેન્ટ કમિટી બનાવી તેની કડક અમલવારી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો છે. ખાસ કરીને ખળી, નેદરા અને ચંદ્રાવતી સહિતના ગામોમાં લોકડાઉન સહિતની સુચનાઓ 24 કલાક જાળવી રાખવા મથામણ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code